JPC for Waqf : વક્ફ જેપીસી બેઠકમાં ભારે હંગામો, ગાળાગાળીના આરોપ લાગ્યા

JPC meeting for Waqf Draft Law : વક્ફ બોર્ડ કાયદા સુધારા બીલને સંસદની જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટીને મોકલવામાં આવ્યુ છે.

બિલને લઈને જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી કોઈ નિર્ણય પર પહોંચે તે પહેલા જ ભારે હંગામો જોવા મળી રહ્યો છે. કમિટીની પહેલી જ બેઠકમાં નેતાઓએ ગાળાગાળીના આરોપ લગાવ્યા છે.

JPC meeting for Waqf Draft Law

વકફ બોર્ડ એક્ટ સુધારાના પ્રસ્તાવિત મુસદ્દાની ચર્ચા કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની પહેલી બેઠક બાદ વિપક્ષી સભ્યોએ આરોપ લગાવ્યા છે કે તેમને કાયદાના મુસદ્દાની સમીક્ષા કરવા પૂરતો સમય આપવામાં આવ્યો નથી. આ બેઠકમાં હોબાળો થતા બે વાર મુલતવી રાખવાની ફરજ પડી છે.

ભાજપના સાંસદ જગદંબિકા પાલે કહ્યું કે અમારે બે વાર ગૃહ સ્થગિત કરવું પડ્યું. આજે અમે જમ્મુ અને કાશ્મીરના મીરવાઇઝ ઉમર ફારૂક પ્રતિનિધિમંડળને સમય આપ્યો, જે વિપક્ષની માંગ હતી. પહેલી વાર અમે ઓવૈસી સાહેબને પણ ભાગ લેતા જોયા.

તેમણે કહ્યું કે, આમાં સામાન્ય રીતે સંસદમાં બિલમાં કોણ ભાગ લેતા નથી અને કલ્યાણ બેનર્જીએ જે રીતે બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કર્યો અને મારી સાથે ગેરવર્તન કર્યું, મને લાગે છે કે તે જાણી જોઈને કરવામાં આવ્યું છે.

JPCના ચેરમેન જગદંબિકા પાલે વધુમાં કહ્યું કે, કલ્યાણ બેનર્જીએ મારા વિરુદ્ધ બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કર્યો અને દુર્વ્યવહાર કર્યો, હું તેમને વિનંતી કરતો રહ્યો કે જેમને આપણે આમંત્રણ આપ્યું હતું તેમને બોલવા દો. પરંતુ તેઓ હંગામો કરવા તૈયાર હતા અને નિશિકાંત દુબેએ તેમને અને અન્ય લોકોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો.

સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ રાજા, અસદુદ્દીન ઓવૈસી, નસીર હુસૈન, મોહિબુલ્લાહ, મોહમ્મદ અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમ-ઉલ હક અને ઇમરાન મસૂદનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X