જૉનસન એન્ડ જૉનસનની સિંગલ ડોઝ કોવિડ વેક્સીનના ઉપયોગને ભારતમાં મળી મંજૂરી
ભારત સરકારે દેશમાં અમેરિકી ફાર્મા કંપની જૉનસન એન્ડ જૉનસનની એક ડોઝવાળી કોરોના વાયરસ વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્લીઃ ભારત સરકારે દેશમાં અમેરિકી ફાર્મા કંપની જૉનસન એન્ડ જૉનસનની એક ડોઝવાળી કોરોના વાયરસ વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જૉનસન એન્ડ જૉનસનની વેક્સીનને અપ્રૂવલ આપવાની માહિતી આપી છે. તેમણે કહ્યુ કે ભારત પાસે હવે કોરોના સામે 5 રસી થઈ ગઈ છે. આનાથી કોરોના સામે લડવામાં મદદ મળશે. એક દિવસ પહેલા શુક્રવારે જ જૉનસન એન્ડ જૉનસનને ભારત સરકારે પોતાના સિંગલ ડોઝ કોવિડ-19 વેક્સીનના ઈમજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવાની વાત સામે આવી હતી.

જૉનસન એન્ડ જૉનસન તરફથી જણાવવામાં આવ્યુ હતુ કે 5 ઓગસ્ટે જૉનસન એન્ડ જૉનસન પ્રાઈવેટ લિમિટેડે ભારત સરકાર સામે પોતાની કોરોના વેક્સીનના ઈયુએ માટે આવેદન કર્યુ હતુ. બે દિવસ બાદ આજે(7 ઓગસ્ટે) વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે. જૉનસન એન્ડ જૉનસને આ પહેલા એપ્રિલમાં પોતાની રસીની ટ્રાયલ ભારતમાં કરવા માટે આવેદન કર્યુ હતુ. જેને આ સપ્તાહે કંપનીએ પાછુ લીધુ હતુ. એક સપ્તાહ પહેલા ભારતીય દવા નિયામકે જણાવ્યુ હતુ કે જૉનસન એન્ડ જૉનસને કોઈ કારણ બતાવ્યા વિના દેશમાં પોતાની કોવિડ વેક્સીનને મંજૂરીના પોતાના પ્રસ્તાવને પાછુ લીધુ. ચાર દિવસ બાદ હવે કંપનીએ વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે ફરીથી મંજૂરી માંગી અને તેને મંજૂરી મળી ગઈ.
દેશમાં પાંચ રસીને મળી મંજૂરી
ભારત સરકારે અત્યાર સુધી પાંચ રસીને મંજૂરી આપી દીધી છે. આમાં એસ્ટ્રાજેનેકા અને ઑક્સફૉર્ડની વેક્સીન(ભારમાં કોવિશીલ્ડ)નો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ ભારતમાં જ તૈયાર ભારતની બાયોટેકની કોવેક્સીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રશિયાની સ્પૂતનિક વી અને મૉડર્નાની વેક્સીનને પણ મંજૂરી મળી છે. પાંચમી રસી જૉનસન એન્ડ જૉન્સનની છે જેને મંજૂરી મળી છે. તમને જણાવી દઈએ કે દેશમાં જાન્યુઆરીથી રસી મૂકવાનુ કામ શરૂ થયુ છે. દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને રસી મૂકવામાં આવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
