Jharkhand Election 2024 : ઝારખંડમાં બીજેપીનો એકમાત્ર મુદ્દો ધ્રુવીકરણ અને સાંપ્રદાયિક વાયરલ ફેલાવવાનો-કોંગ્રેસ
Jharkhand Assembly Election 2024 : લોકોને ધાર્મિક મુદ્દાઓ પર ભડકાવીને મતોનું ધ્રુવીકરણ કરતી બીજેપી પર ઝારખંડ ચૂંટણીને લઈને કોગ્રેસે મોટા આરોપ લગાવ્યા છે.
બીજેપીએ ઘોષણાપત્ર જારી કર્યા બાદ કોંગ્રેસ હમલાવર જોવા મળી રહી છે. ઘણા વિવાદાસ્પદ વાયદાઓ પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક X પોસ્ટમાં જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની ભાષાથી સ્પષ્ટ છે કે બીજેપી ચૂંટણી દરમિયાન ધર્મના નામે ધર્માંધતા, પૂર્વગ્રહ અને નફરત ફેલાવવા પર જ ભરોસો કરશે.
તેમણે કહ્યું કે, ભાજપ જાતિ ગણતરીના મુદ્દાઓ અને રાજ્યના વિકાસને સુનિશ્ચિત કરવાની કેન્દ્ર સરકારની જવાબદારીઓ પર મૌન છે.
તેમણે આગળ કહ્યું કે, ઝારખંડ માટે આજે જાહેર કરાયેલા મેનિફેસ્ટોથી તે સ્પષ્ટ છે કે ભાજપ પાસે માત્ર એક જ ચૂંટણીનો મુદ્દો છે ધ્રુવીકરણ અને સાંપ્રદાયિક વાયરસનો ફેલાવવાનો.
તેમણે આગળ કહ્યું કે, મેનિફેસ્ટો જારી કરનારા કેન્દ્રીય ગૃહમંત્રી અને તેમના પ્રચાર પ્રભારી આસામના મુખ્યમંત્રીની ભાષાથી તે સ્પષ્ટ છે કે રાજ્યમાં જેએમએમ-કોંગ્રેસ સરકારની ભારે લોકપ્રિય અને પ્રભાવશાળી યોજનાઓનો ભાજપ પાસે કોઈ જવાબ નથી.
અન્ય એક પોસ્ટમાં જયરામ રમેશે કહ્યું કે, જનતા પાસેથી મત માગતા પહેલા ઝારખંડને કોલસાની બાકી રહેલી રોયલ્ટી તરીકે 1.36 લાખ કરોડ રૂપિયા રિલિઝ કરવામાં વિલંબ માટે ભાજપે હિસાબ આપવો જોઈએ. ગૈર જૈવિક પીએમની સરકારે ઝારખંડ સરકારને કોલ રોયલ્ટીના કારણે 1.36 લાખ કરોડ ચૂકવવાનો શા માટે ઇનકાર કર્યો?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
