આપત્તિજનક સ્થિતિમાં કપલ મળતા ભીડે હુમલો કર્યો, નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવ્યા
ઝારખંડના દુમકામાં એક છોકરા-છોકરીને ગામલોકો દ્વારા બહુ ખરાબ રીતે મારવામાં આવ્યા અને તેમને નિર્વસ્ત્ર કરીને તેમની પરેડ પણ કરાવવામાં આવી.
ઝારખંડના દુમકામાં એક છોકરા-છોકરીને ગામલોકો દ્વારા બહુ ખરાબ રીતે મારવામાં આવ્યા અને તેમને નિર્વસ્ત્ર કરીને તેમની પરેડ પણ કરાવવામાં આવી. આ કપલ ખરાબ સ્થિતિમાં જોવા મળ્યુ હતુ. બંનેને સરૈયાહા પોલિસ સ્ટેશન લાવવામાં આવ્યા. દુમકાના એસપી વાયએસ રમેશે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યુ કે તપાસમાં અમને ઘટનાનો એક વીડિયો મળ્યો છે. બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈને ભીડે તેમની પર હુમલો કરી દીધો હતો.

તેમણે જણાવ્યુ કે પીડિત જોડાને સુરક્ષા આપવામાં આવી છે અને આરોપીઓને પોક્સો એક્ટ હેઠળ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમણે આગળ જણાવ્યુ કે આ કેસમાં તપાસ માટે એસડીઓએ ગામમાં એક કેમ્પ સેટ કર્યો છે જે હેઠળ વીડિયોમાં દેખાઈ રહેલ આરોપીઓ સામે એક્શન લેવામાં આવશે.
આ ઉપરાંત આ ગંભીર ઘટના પર ગામલોકોની પ્રતિક્રિયા વિશે રમેશે કહ્યુ કે છોકરો અને છોકરીને આ બધાથી બચાવવા માટે ગામલોકોએ આગળ આવવુ જોઈતુ હતુ કારણકે આ તેમની સામાજિક જવાબદારી છે. આ જ કારણ છે કે અમે તેમને એફઆઈઆર નોંધાવવા માટે કહ્યુ. જો કે આ સમગ્ર ઘટનાક્રમની પાછળનું કારણ હજુ સુધી માલુમ પડી શક્યુ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
