Jharkhand assembly election 2024: બે ચરણમાં યોજાશે ઝારખંડ વિધાનસભા ચૂંટણી, જાણો મહત્વની તારીખો
Jharkhand assembly election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના તારીખોની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે.
આ સાથે આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ મંગળવારે એટલે કે 15મી ઓક્ટોબરે વાગ્યું છે.
ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ વખતે બે તબક્કામાં એટલે કે 13 અને 20 નવેમ્બરના રોજ મતદાન થશે.
જ્યારે પરિણામ 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્યમાં 5 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.
વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેનની સરકારનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025 સુધીનો છે. રાજ્યમાં કુલ 81 બેઠકો છે. આવા સમયે, શાસક મહાગઠબંધનની કુલ બેઠકો 47 છે. જ્યારે એનડીએ પાસે કુલ 28 બેઠકો છે.

શાસક પક્ષ - મહાગઠબંધન
- JMM - 27
- કોંગ્રેસ - 18
- આરજેડી - 01
- CPI(M) - 01
વિપક્ષ - એનડીએ
- ભાજપ - 24
- AJSU - 03
- NCP(AP) - 01
અન્ય પક્ષો
- અપક્ષ - 02
- અન્ય - 04
મહત્વપૂર્ણ તારીખો
પ્રથમ તબક્કો
- 18 -25 ઓક્ટોબર : નામાંકન ભરી શકાશે
- 28 ઓક્ટોબર : નામાંકનની ચકાસણી થશે
- 30 ઓક્ટોબર : નામાંકન પરત ખેંચવાની તારીખ
- 13 નવેમ્બર : મતદાન યોજાશે
બીજો તબક્કો
- 22-29 ઓક્ટોબર : નામાંકન ભરી શકાશે
- 30 ઓક્ટોબર: નામાંકનની ચકાસણી થશે
- 1 નવેમ્બર : નામાંકન પરત ખેંચવાની તારીખ
- 20 નવેમ્બર : મતદાન યોજાશે
પરિણામ :
- 23 નવેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે
એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે ટક્કર - તમામ મુખ્ય રાજકીય પક્ષોએ ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો માટે કમર કસી લીધી છે.
આ વખતે ઈન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળે તેવી શક્યતા છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે તમામ નેતાઓએ પોતપોતાના વિસ્તારોમાં પ્રચાર શરૂ કરી દીધો છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને ઝારખંડ મુક્તિ મોરચા વચ્ચે મુખ્ય ટક્કર જોવામાં આવી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
