ભાજપમાં જોડાશે કમલેશ ઠાકુર, ઝારખંડના બદલાશે સત્તાના સમીકરણ?
Jharkhand assemblyElection 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ની તારીખો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. ઝારખંડમાં 81 વિધાનસભા બેઠક છે. હાલ તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગઈ છે.
ભારતીય જનતા પાર્ટી અને આજસુ વચ્ચે ગઠબંધન લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ વચ્ચે હુસૈનાબાદ બેઠકથી એનસીપી (અજીત જૂથ)ના એકમાત્ર ધારાસભ્ય કમલેશ કુમાર સિંહ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.
અહેવાલો અનુસાર હુસૈનાબાદના ધારાસભ્ય અને એનસીપી (અજીત જૂથ) ના પ્રદેશ અધ્યક્ષ કમલેશ સિંહ 3 ઓક્ટોબરના રોજ રાંચીમાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.
આ દરમિયાન કમલેશ કુમાર સિંહે જણાવ્યું છે કે, તેમનું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું હવે માત્ર ઔપચારિકતા પૂરી કરવાની વાત છે.
ઝારખંડમાં જળ સંસાધન, ખાદ્ય પુરવઠા અને ઉત્પાદન વિભાગ જેવા વિભાગોમાં મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા કમલેશ સિંહ 3 ઓક્ટોબરના રોજ સત્તાવાર રીતે ભાજપના સભ્ય બનશે.
કમલેશ સિંહ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટીનું સભ્યપદ લેશે.

આ દરમિયાન કમલેશ સિંહ સાથે તેમના પુત્ર, એનસીપીના પ્રદેશ પ્રવક્તા સૂર્ય સિંહ, એનસીપીના અધિકારીઓ અને હજારો કાર્યકર્તાઓ હાજર રહેશે.
હાલમાં કમલેશ સિંહ NCP (અજિત જૂથ)ના પ્રદેશ અધ્યક્ષ છે. NCP ની શરૂઆતથી જ તેઓ ઝારખંડમાં પાર્ટી સાથે હતા. જોકે, પાર્ટીના બે ભાગમાં વિભાજન થયા બાદ કમલેશ સિંહ અજીતના જૂથ સાથે ગયા હતા.
આવા સમયે હવે ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા, તેમણે ભાજપમાં જોડાવાનું મન બનાવી લીધું છે. કમલેશ સિંહ ભાજપમાં જોડાવાથી હુસૈનાબાદમાં ભાજપ વધુ મજબૂત થતી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કમલેશ કુમાર સિંહ 2005માં NCP તરફથી ધારાસભ્ય બન્યા હતા. તેઓ ઝારખંડના જળ સંસાધન, ખાદ્ય પુરવઠા અને આબકારી વિભાગના મંત્રી પણ રહી ચૂક્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
