ભાવિ PM તરીકે જયલલિથા NRIમાં સૌથી લોકપ્રિય
નવી દિલ્હી, 26 જૂન : લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને ભારતમાં વિવિધ પ્રકારના સર્વે ચાલી રહ્યા છે. જેમાં દેશના ભાવિ પ્રધાન વિશે લોકોમાં સૌથી લોકપ્રિય નેતા કોણ છે તે જાણવાનો પ્રયાસ મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો કે હવે વિદેશમાં વસતા ભારતીયો પણ ભારતના ભાવિ વડાપ્રધાન વિશે શું માને છે તે અંગેનો પણ એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેના પરિણામ અત્યંત આશ્ચર્યકારક કહી શકાય એમ છે. કારણ કે તેમાં સૌથી લોકપ્રિય વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી નહીં પણ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિથાનું નામ ટોચ પર છે.
ગલ્ફ કોઓપરેશન કાઉન્સીલ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્વેક્ષણમાં વિદેશોમાં વસતા ભારતીયો(એનઆરઆઇ)માં દેશના આગામી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી નહીં પણ તામિલનાડુના મુખ્ય પ્રધાન જયલલિથા લોકપ્રિય છે. એનઆરઆઇ સમુદાયનો એક મોટો વર્ગ જયલલિતાને દેશના આગામી વડાપ્રધાન તરીકે જુએ છે.

જયલલિથા
100માંથી 86 સ્કોર

નરેન્દ્ર મોદી
100માંથી 81 સ્કોર

રાહુલ ગાંધી
100માંથી 53 સ્કોર

માયાવતી
માયાવતીને જ્ઞાતિવાદી ગણીને બાકાત રાખવામાં આવ્યા હતા.

કરૂણાનિધિ
ડીએમકે મુખિયા એમ કરૂણાનિધિનો તેમની ઉંમરના કારણે સમાવેશ કરવામાં આવ્યો ન હતો

મમતા બેનરજી
મમતા બેનર્જીના નેતૃત્વમાં નેશનલ આઉટલુકની ખામી હોવાથી તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો નહોતો.
આ સર્વેક્ષણમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, સિંગાપોર, મલેશિયા, શ્રીલંકા અને થાઇલેન્ડમાં વસતા 500 એનઆરઆઇને તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. આ સર્વેમાં 75 ટકા એનઆરઆઇએ કહ્યું હતું કે દેશના પીએમ પદ માટે જયલલિતા હાલના નેતાઓમાં સૌથી શ્રેષ્ઠ અને યોગ્ય છે. તેમજ હાલના વડાપ્રધાન મનમોહન સિંઘમાં વડાપ્રધાન માટેની જે પાત્રતા અને લાયકાત હોવી જોઇએ તેનો અભાવ છે.
સર્વેક્ષણમાં જયલલિતાએ 100માંથી 86, નરેન્દ્ર મોદીએ 81 અને રાહુલ ગાંધીએ 53 અંકો સ્કોર તરીકે મેળવ્યા હતા. જ્યારે ડીએમકે મુખિયા એમ કરૂણાનિધિનો તેમની ઉંમરના કારણે સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તેમજ માયાવતી જ્ઞાતિવાદી ગણીને બાકાત રાખવામાં આવ્યા હતા. મમતા બેનર્જીના નેતૃત્વમાં નેશનલ આઉટલુકની ખામી હોવાથી તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો નહોતો. તેથી માત્ર ત્રણ નેતાઓ પર જ સર્વે કરવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
