હોળીના નામે જાપાનીઝ યુવતી સાથે ગંદી હરકત કરનાર એક સગીર સહિત 4 યુવકોની ધરપકડ, Video થયો હતો વાયરલ
ભારતમાં હોળી રમવા આવેલી જાપાની યુવતી સાથે ગંદી હરકતનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે દિલ્લી પોલીસે જાપાની યુવતી સાથે છેડતી કરનાર એક સગીર સહિત ચાર યુવકોની ધરપકડ કરી છે.

Delhi Paharganj Japanese woman Holi case: ભારતમાં હોળી રમવા આવેલી જાપાની યુવતી સાથે ગંદી હરકતનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મહિલા પંચે આ વીડિયો પર કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. હવે આ મામલે દિલ્લી પોલીસે જાપાની યુવતી સાથે છેડતી કરનાર એક સગીર સહિત ચાર યુવકોની ધરપકડ કરી છે. દિલ્લી પોલીસે જણાવ્યુ કે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ આ યુવકોને શોધવામાં આવ્યા. વીડિયોમાં ચારે છોકરાઓ એક જાપાની યુવતીને હોળીમાં રંગ લગાવવાના બહાને કથિત રીતે હેરાન કરી રહ્યા હતા.

પકડાયેલા યુવકોએ સ્વીકાર્યુ કે...
દિલ્લી પોલીસે કહ્યુ છે કે વીડિયોમાં દેખાતા છોકરાઓને ફિલ્ડ ઓફિસરો અને સ્થાનિક ગુપ્તચરોના ઘણા પ્રયત્નો બાદ શોધી કાઢવામાં આવ્યા છે. એક સગીર સહિત ત્રણ છોકરાઓને પકડીને પૂછપરછ કરવામાં આવી છે. દિલ્લી પોલીસે કહ્યુ કે આ ઘટનાનો વીડિયો જોયા બાદ ત્રણેય છોકરાઓએ સ્વીકાર્યુ છે કે વીડિયોમાં દેખાતા લોકો એ જ છે.

દિલ્લીના પહાડગંજની ઘટના
તમને જણાવી દઈએ કે હોળી રમવાના નામે જાપાની યુવતીને હેરાન કરવાની ઘટના દિલ્લીના પહાડગંજ વિસ્તારની છે. આ વીડિયોને યુવતીએ સૌથી પહેલા ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. જે બાદ મહિલાએ વીડિયો હટાવી લીધો હતો. મહિલા હાલમાં બાંગ્લાદેશમાં છે અને એકદમ ઠીક છે. નિવેદન અનુસાર, મહિલાએ દિલ્લી પોલીસમાં કે જાપાની દૂતાવાસમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી.

મહિલા પંચે કરી કાર્યવાહી
ધરપકડ કરાયેલા લોકો સામે દિલ્લી પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. યુવતીની ફરિયાદ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બૉલિવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢા અને દિલ્લી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલે વીડિયો શેર કરીને તેના પર કાર્યવાહી કરવાનુ કહ્યુ હતુ. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ અગાઉ દિલ્લી પોલીસને આ મામલામાં તાત્કાલિક એફઆઈઆર નોંધવા માટે પત્ર લખ્યો હતો.

શું છે વાયરલ વીડિયોમાં?
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે હોળીના અવસર પર કેટલાક લોકોએ મહિલાને સ્પર્શ કર્યો અને તેના પર રંગ ફેંક્યો. એક વ્યક્તિએ તેના માથા પર ઈંડુ પણ ફોડ્યુ. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા માટે યુવકોની ટોળકીમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતુ. પણ તે એ ગ્રુપમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી 'બાય' 'બાય' કહેતી રહી. તે કેમેરા સામે એકવાર સ્મિત કરી અને તરત જ તેમાંથી એકે તેને ફરીથી સ્પર્શ કર્યો, તેણે તેને થપ્પડ મારી અને ત્યાંથી જતી રહી.
For those who were against the #BHARATMATRIMONY Holi campaign. A Japanese tourist in India. Imagine your sister, mother or wife being treated like this in another county? Maybe you will understand then. pic.twitter.com/VribIpXBab
— Ram Subramanian (@iramsubramanian) March 10, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
