શોપિયાંના ચોગાન વિસ્તારમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને અથડામણમાં ઠાર માર્યા
જમ્મુ કાશ્મીરના શોપિયાંના ચોગાન વિસ્તારમાં સુરક્ષાબળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શોપિયાંના ચોગાન વિસ્તારમાં સુરક્ષાબળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે. સમાચાર મુજબ આ ઑપરેશનમાં બે આતંકવાદી ફસાઈ ગયા હતા. જો કે, જવાનોએ તેમને ઠાર માર્યા છે. શનિવારની સવારે પોલિસ તરફથી આ એનકાઉન્ટની માહિતી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટસ મુજબ અથડામણમાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓની ઓળખ સજ્જાદ અહેમદ ચેક નિવાસી બ્રારીપોરા તેમજ રાજા બાસિજ નસીર નિવાસી શોપિયાં અને આચન પુલવામાંનો રહેવાસી હતો.

પોલિસ, સેના અને સીઆરપીએફના એક સંયુક્ત દળે આતંકવાદીઓની હાજરીની સૂચના મળ્યા બાદ વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરુ કરી દીધુ હતુ. જેવુ સુરક્ષાબળોની ટીમે શંકાસ્પદ સ્થળનુ સર્ચ કર્યુ તો છૂપાયેલા આતંકવાદીઓએ સેના પર ગોળીબાદ શરુ કરી દીધો જેની વળતી કાર્યવાહીમાં અથડામણ શરુ થઈ ગઈ.
તમને જણાવી દઈએ કે શુક્રવારે અનંતનાગ જિલ્લામાં પણ અથડામણ થઈ હતી જેમાં એક હિઝબુલનો આતંકવાદી માર્યો ગયો હતો. પોલિસે જણાવ્યુ હતુ કે માર્યો ગયેલો આતંકવાદી એક પોલિસ નિરીક્ષક અને ભાજપ કાર્યકર્તાઓ તેમજ અન્યની હત્યામાં સંડોવાયેલો હતો. પોલિસના એક પ્રવકતાએ જણાવ્યુ હતુ કે જિલ્લાના અરવાની વિસ્તારમાં મુમનહાલ ગામમાં આતંકવાદીઓની હાજરીમાં ખુફિયા માહિતી મળ્યા બાદ સુરક્ષાબળોએ ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરુ કર્યુ હતુ.
વળી, ગયા બુધવારની સાંજે આતંકવાદીઓએ શ્રીનગરના મેરજાનપોરા સ્થિત ઈદગાહ પાસે પીએસ સફાકદળમાં એક નાગરિકને પોતાની ગોળીના નિશાન બનાવ્યા. અધિકૃત નિવેદન મુજબ નાગરિકની ઓળખ રઉફ અહેમદ તરીકે થઈ હતી. ઘાયલ અવસ્થામાં એસએમએચએસ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો. વળી, શ્રીનગરના જ અનંતનાગમાં આતંકવાદીએ એક પોલિસકર્મીને નિશાન બનાવ્યા ત્યારબાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
