જમ્મુ કાશ્મીરઃ બારામૂલા અને શોપિયામાં આતંકીઓ સાથે અથડામણ
શુક્રવારે વહેલી સવારે જમ્મુ કાશ્મીરના બારામૂલામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે.
બારામૂલાઃ શુક્રવારે વહેલી સવારે જમ્મુ કાશ્મીરના બારામૂલામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે. આ અથડામણ બારામૂલાના વેદ્દીપોરા, પાટન વિસ્તારમાં ચાલી રહી છે. પોલીસ અને સુરક્ષાબળ ઘટના સ્થળે હાજર છે. જો કે આ અથડામણની વિસ્તૃત માહિતીની રાહ જોવાઈ રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ પોલિસના હવાલાથી અથડામણની માહિતી આપી છે.

આ ઉપરાંત, શોપિયાં જિલ્લાના ચિત્રગામ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર છે. કાશ્મીર ઝોન પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને બંને અથડામણની માહિતી આપી છે. જો કે હજુ બંને અથડામણનો વિસ્તૃત રિપોર્ટ આવવાનો બાકી છે. નોંધનીય છે કે કુલગામ જિલ્લામાં ગયા મંગળવારે સુરક્ષાબળોએ આતંકવાદીઓ સાથે અથડામણમાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ(જેએએમ)ના બે સભ્યોને ઠાર માર્યા હતા. આ માહિતી પોલીસે આપી હતી. પોલીસના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે સુરક્ષાબળોને કુલગામના અહવાટુ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળી હતી ત્યારબાદ ત્યાં ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરુ કરવામાં આવ્યુ હતુ.
વળી, સોમવારે પણ કુલગામના જ બટપુરા વિસ્તારમાં અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાબળોએ જૈશ-એ-મોહમ્મદના એક આતંકીને ઠાર માર્યો હતો. પોલીસે જણાવ્યુ હતુ કે જિલ્લાના બટપુરા ગામમાં અથડામણમાં બે નાગરિક અને એક જવાન પણ ઘાયલ થઈ ગયા હતા. પોલિસના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે સુરક્ષાબળોને કુલગામના બટપુરા ગામમાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળી હતી ત્યારબાદ ગામની ઘેરાબંધી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે જ્યારે આતંકવાદીઓએ ગોળીઓ ચલાવી ત્યારે સુરક્ષાબળોએ પણ વળતી કાર્યવાહી કરી અને સર્ચ અભિયાન એનકાઉન્ટરમાં ફેરવાઈ ગયુ. ત્રણે ઘાયલોને ઈલાજ માટે હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. તેમણે જણાવ્યુ કે બંને પક્ષો વચ્ચે ગોળીબારમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી પણ માર્યો ગયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
