જમ્મુ કાશ્મીરઃ અથડામણમાં માર્યા ગયા 4 આતંકવાદી, હંદવાડા, ગાંદરબલ અને પુલવામાં એનકાઉન્ટર
જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સવારે ત્રણથી ચાર વિસ્તારોમાં અથડામણના સમાચાર છે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સવારે ત્રણથી ચાર વિસ્તારોમાં અથડામણના સમાચાર છે. આ અથડામણમાં અત્યાર સુધી કુલ ચાર આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે શનિવારે સવારે કહ્યુ કે અમે કાલે રાતે 4-5 સ્થળોએ સંયુક્ત અભિયાન શરુ કર્યુ હતુ. પુલવામામાં અત્યાર સુધી 1 પાકિસ્તાની સહિત જેઈએમના 2 આતંકવાદી માર્યા ગયા છે. વળી, લશ્કરનો એક આતંકવાદી ગાંદરબલઅને હંદવાડામાં માર્યા ગયા છે. હંદવાડા અને પુલવામામાં અથડામણ ખતમ થઈ ગઈ છે. એક આતંકવાદી જીવતો પકડાઈ ગયો છે.

જાણો કાશ્મીરના કયા-કયા વિસ્તારોમાં થઈ અથડામણજમ્મુ
-કાશ્મીર પોલિસના જણાવ્યા મુજબ હંદવાડાના રજવાર વિસ્તારમાં અથડામણ શરુ થઈ છે. પોલિસ અને સુરક્ષાબળો ઑપરેશનને અંજામ આપી રહ્યા છે. આ અથડામણમાં અત્યાર સુધી એક આતંકવાદી માર્યો ગયો છે. ઑપરેશન હજુ પણ ચાલુ છે.
વળી, ગાંદરબલના સર્ચ વિસ્તારમાં પણ અથડામણ ચાલુ છે. પોલિસ અને સુરક્ષાબળ ઑપરેશનને અંજામ આપી રહ્યા છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારના જણાવ્યા મુજબ પાકિસ્તાન પ્રાયોજિત પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કરના 2 આતંકવાદી ફસાયેલા છે. જો કે, થોડી વાર બાદ ફસાયેલા બંને આતંકવાદીઓમાં એકને સેનાએ ઠાર માર્યો છે. જમ્મુ કાશ્મીર પોલિસે કહ્યુ છે કે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો છે.
વળી, કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યુ કે પુલવામા અથડામણમાં પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી ઠાર મરાયો. તમને જણાવી દઈએ કે પુલવામાના ચેવાકલાં વિસ્તારમાં શુક્રવારે મોડી સાંજે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ હતી જે હજુ પણ ચાલુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
