Jammu Kashmir Election 2024: પહેલા તબક્કા માટે આજથી નામાંકન શરુ, 24 સીટો માટે જાહેરનામુ બહાર પાડ્યુ
Jammu Kashmir Election 2024: 18 સપ્ટેમ્બરે યોજાનારી જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 24 વિધાનસભા મતવિસ્તારો માટે નામાંકન પ્રક્રિયા મંગળવાર એટલે કે આજે (20 ઓગસ્ટ)થી શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ તબક્કામાં 24 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં અનંતનાગ, શોપિયાં, કુલગામ, રામબન, કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં મતદાન થશે.
પંચે શોપિયાંની બે બેઠકો, કુલગામની ત્રણ બેઠકો, અનંતનાગની સાત બેઠકો, ડોડાની ત્રણ બેઠકો, કિશ્તવાડની ત્રણ બેઠકો અને રામબન જિલ્લાની બે બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, ઉમેદવારો આ બેઠકો માટે 27 ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે.

જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 28 ઓગસ્ટે કરવામાં આવશે. ચૂંટણી પંચે નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ નક્કી કરી છે. દક્ષિણ કાશ્મીરના ચાર અને ચિનાબ ખીણમાં ત્રણ સહિત સાત જિલ્લાઓમાં ફેલાયેલી આ બેઠકો માટે 18 સપ્ટેમ્બરે મતદાન થશે.
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા વધીને 114 થઈ ગઈ છે. તેમાંથી 24 બેઠકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માટે અનામત રાખવામાં આવી છે. બાકીની 90 બેઠકો માટે 18મી, 25મી સપ્ટેમ્બર અને 1લી ઓક્ટોબરે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, જેમાં બહુમત માટે 46 બેઠકો જરૂરી છે.
હવે કાશ્મીર વિભાગમાં 47 અને જમ્મુ વિભાગમાં 43 બેઠકો છે. 2019 પહેલા જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા માત્ર 87 હતી. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ 90માંથી 34 સીટો પર અને ભાજપ 29 વિધાનસભા સીટો પર આગળ ચાલી રહી છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપે કાશ્મીરની ત્રણમાંથી એક પણ બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા ન હતા. તેણે જમ્મુની બંને બેઠકો પર જ ચૂંટણી લડી હતી અને સતત ત્રીજી વખત બંને બેઠકો પર સફળતા નોંધાવી હતી. પરંતુ, ભાજપ ખીણમાં વિધાનસભાની ચૂંટણી પણ લડશે અને આ માટે ખૂબ જ વિચારપૂર્વકની યોજના પર કામ કરી રહી છે.
ભાજપ કાશ્મીર ખીણમાં કેટલાક અપક્ષ ઉમેદવારો સાથે સંકલન કરવાની યોજના ધરાવે છે. આ સાથે પાર્ટી મોટાભાગે યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માંગે છે અને તે પણ એવા યુવાનો હોવા જોઈએ જેઓ કોઈપણ રાજકીય પરિવાર સાથે જોડાયેલા ન હોય. તાજેતરમાં જ વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, ઉધમપુરના સાંસદ અને પીએમઓમાં રાજ્ય મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહ અને પાર્ટીના મહાસચિવ તરુણ ચુગે આ અંગે જમ્મુમાં પાર્ટીની બેઠકમાં ભાગ લીધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
