Jammu Kashmir DDC Election: નેશનલ કોન્ફરન્સનુ અસ્તિત્વ કોઇ મિટાવી નહી શકે: ઓમર અબ્દુલ્લા
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં સમાપ્ત થયેલી ડીડીસીની ચૂંટણીઓમાં ગઠબંધન દ્વારા જે રીતે પ્રદર્શન કરવામાં આવ્યા તે પછી નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્ય
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં સમાપ્ત થયેલી ડીડીસીની ચૂંટણીઓમાં ગઠબંધન દ્વારા જે રીતે પ્રદર્શન કરવામાં આવ્યા તે પછી નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આ ચૂંટણીએ સાબિત કરી દીધું છે કે તમે નેશનલ કોન્ફરન્સની વિરુદ્ધ કઇ પણ કરો, પરંતુ તમે તેનું અસ્તિત્વ ભૂંસી શકતા નથી. ફક્ત ઉપરવાળો અથવા જનતા એનસીને દૂર કરી શકે છે. ભલે તમે કેટલું જૂઠ્ઠું ફેલાવો, તેને ફર્જીવાડો કરો, પરંતુ સત્ય બહાર આવીને રહે છે.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે અમારે એ પણ સ્વીકારવું પડશે કે અમારી સંસ્થામાં કેટલીક નબળાઇઓ છે. અમે કેટલીક બેઠકો પર ચૂંટણી જીતવાની આશા રાખતા હતા પરંતુ અમે ત્યાં જીતી શક્યા નહીં. આ હાર સાથે મને નથી લાગતું કે જમ્મુ-કાશ્મીરમાં જલ્દીથી વિધાનસભાની ચૂંટણીઓ યોજવા અંગે ભાજપ સરકાર વિચાર કરશે. જો ભાજપ સરકારને લોકશાહીમાં વિશ્વાસ હોત, તો અત્યારસુધીમાં ચૂંટણી જાહેર કરી દીધી હોત. તેથી, અમારી પાસે સંગઠનને મજબૂત બનાવવાનો સમય છે.
નાગરિક ચૂંટણીઓ અંગે જમ્મુ-કાશ્મીરમાં નાગરિક ચૂંટણીના પ્રભારી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને પીડીપી કરતા અપક્ષ ઉમેદવારોને વધુ મત મળ્યા છે તે સમજવાની વાત છે. આ તે જ મહેબૂબા મુફ્તી છે જેમણે ત્રિરંગો લહેરાવવાની ના પાડી, તેમને આજે યોગ્ય જવાબ મળ્યો છે. જો આપણે અપક્ષ ઉમેદવારો અને ભાજપના ઉમેદવારોના મતો ઉમેરીએ તો તે આશરે 52 ટકા છે. તે સ્પષ્ટ સંદેશ છે કે ગુપકર ગેંગે લોકોમાં તેની વિશ્વસનીયતા અને વિશ્વાસ બંને ગુમાવી દીધા છે.
આ પણ વાંચો: Farmers Protest: ખેડૂતો માટે જીવનની અંતિમ ભૂખ હડતાળ કરીશ, ભાજપે સમય માંગ્યો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
