ઈડીએ આ કેસમાં એક વર્ષ બાદ પાછા ફારુક અબ્દુલ્લાને પૂછપરછ માટે બોલાવ્યા
ઈડીએ આ કેસમાં એક વર્ષ બાદ પાછા ફારુક અબ્દુલ્લાને પૂછપરછ માટે બોલાવ્યા
શ્રીનગરઃ નેશનલ કોન્ફ્રેન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા શ્રીનગરમાં ઈડીના કાર્યાલયે પહોંચી ચૂક્યા છે. ઈડીએ જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન કૌભાંડમાં કથિત સંલિપ્તતાને લઈ ફારુક અબ્દુલ્લાને પૂછપરછ માટે બોલાવ્યા છે. જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન કૌભાંડ એવા સમયે થયું હતું જ્યારે ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા.

43 કરોડના કૌભાંડને લઈ પૂછપરછ
સૂત્રોએ જણાવ્યા મુજબ પૂછપરછ 43 કરોડ રૂપિયાની કથિત હેરાફેરીના મામલાની છે, એ સમયે ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા.
સૂત્રો મુજબ સોમવારે 19 ઓક્ટોબરે બેંક દસ્તાવેજોના આધારે પૂછપરછ કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન કૌભાડમાં કથિત ષંડોવણી મામલે ઈડીએ 2019માં પણ ફારુક અબ્દુલ્લાની પૂછપરછ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ક્રિકેટ એસોસિએશન કૌભાંડ મામલે અગાઉ પણ ફારુક અબ્દુલ્લાની પૂછપરછ થઈ ચૂકી છે. પાછલી વખતે જ્યારે ચંદીગઢ ઑફિસમાં ફારુક અબ્દુલ્લાની પૂછપરછ થઈ હતી ત્યારે તપાસ એજન્સીએ તેમની પાસેથી કેટલાંય જરૂરી દસ્તાવેજ માંગ્યાં હતાં. ત્યારે ફારુક અબ્દુલ્લા દ્વારા 15 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. આ મામલે એક વર્ષથી પણ વધુ સમય વીતી ગયા બાદ પણ ફારુક અબ્દુલ્લાએ તપાસ એજન્સીએ એકે પેપર નથી સોંપ્યાં.
જણાવી દઈએ કે ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલ મામલામાં કેટલાય વર્ષો પહેલા સીબીઆઈએ મામલો નોંધ્યો હતો. સીબીઆઈ દ્વારા નોંધાયેલ મામલાને આધાર બનાવતા ઈડીએ આ મામલો નોંધ્યો છે. જેમાં અબ્દુલ્લા દ્વારા કરવામા આવી રહેલ અસહયોગ તેમના ગળાનો ફંદો બનતો જઈ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
