Jammu Kashmir Cabinet : કાશ્મીર પોલીસ કોનો આદેશ માનશે? જાણો અબ્દુલ્લા સરકાર પાસે કેટલા અધિકાર?
Jammu Kashmir Cabinet : જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ રાજ્યને 10 વર્ષ બાદ નવી સરકાર મળી છે. જો કે હવે આ સરકારના અધિકારો પાછળની સરકારો કરતા ઘણા અલગ હશે.
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સે 48 સીટો જીતી છે અને અને ઓમર અબ્દુલ્લાએ નવી સરકારમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

તેમણે શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે શપથ લીધા બાદ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની વાત દોહરાવી.
જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીર એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને નવી વિધાનસભા તેમ મુખ્યમંત્રી પાસે સત્તાઓ મર્યાદીત હશે. ચૂંટણી પરિણામો પછી અને નવી સરકારની રચના પહેલા જમ્મુ અને કાશ્મીરના એલજીના નેતૃત્વ હેઠળના વહીવટીતંત્ર દ્વારા 24 કલાકની અંદર લેવામાં આવેલા બે નિર્ણયો ચર્ચાનો છે.
આ નિર્ણયો વચ્ચે એક સવાલ એ પણ ઊભો થાય છે કે શું જમ્મુ-કાશ્મીર પોલીસ હવે સીએમ ઓમર અબ્દુલ્લાના કે એલજીના આદેશનું પાલન કરશે?
ચૂંટણી પરિણામો બાદ સરકારે બે વિશેષ નિર્ણય જાહેર કર્યા છે. તેમાં પોલીસ ભરતીનો ઓર્ડર પણ સામેલ છે. 10 ઓક્ટોબરે જારી કરવામાં આવેલા નવા જમ્મુ અને કાશ્મીર પોલીસ સેવા ભરતી નિયમો 2024 હેઠળ કહેવામાં આવ્યું છે કે પોલીસમાં તમામ સીધી ભરતી જમ્મુ અને કાશ્મીર પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કરવામાં આવશે.
આ સિવાય ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી પ્રમોશનની બાબતો નક્કી કરશે. અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં પોલીસ વિભાગમાં ભરતી માટે પોતાનું ભરતી બોર્ડ હતું. સુધારેલા નિયમો અનુસાર, જમ્મુ અને કાશ્મીર પોલીસ લેફ્ટનન્ટ ગવર્નરના નિયંત્રણ હેઠળ આવે છે અને તેની કામગીરીમાં મુખ્યમંત્રીની કોઈ ભૂમિકા નથી.
આ સ્થિતીમાં એક વાત સાફ છે કે જમ્મુ કાશ્મીર પોલીસ એલજીના આદેશનું પાલન કરવું પડશે. આ વર્ષે જુલાઈમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક કાર્યકારી સૂચના દ્વારા ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ રૂલ્સમાં સુધારો કરીને જમ્મુ અને કાશ્મીરના એલજીની વહીવટી શક્તિઓમાં વધારો કર્યો હતો.
આ નવા નિયમો અનુસાર, એલજીને અખિલ ભારતીય સેવાઓની કામગીરી પર અંતિમ સત્તા આપવામાં આવી છે, જેમાં કેન્દ્રશાસિત પ્રદેશની વરિષ્ઠ અમલદારશાહીનો સમાવેશ થાય છે.
જણાવી દઈએ કે નવા નિયમો અનુસાર, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો, જાહેર કાર્યવાહી નિદેશાલય, જેલ વિભાગ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને પણ એલજીના નિયંત્રણ હેઠળ આપવામાં આવી છે. આ સિવાય એડવોકેટ જનરલ અને અન્ય કાયદા અધિકારીઓની નિમણૂક પર અંતિમ મંજૂરી પણ એલજી દ્વારા આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
