કઠુઆ રેપ કેસ મામલે J&K બીજેપી વેબસાઈટ હેક
જમ્મુ કાશ્મીરના કઠુઆ ગેંગરેપ થી નારાજ હેકરે બીજેપી સ્ટેટ વેબસાઈટ હેક કરીને 8 વર્ષની પીડિતા માટે ન્યાય માંગ્યો છે.
જમ્મુ કાશ્મીરના કઠુઆ ગેંગરેપ થી નારાજ હેકરે બીજેપી સ્ટેટ વેબસાઈટ હેક કરીને 8 વર્ષની પીડિતા માટે ન્યાય માંગ્યો છે. જમ્મુ કાશ્મીર બીજેપી યુનિટ વેબસાઈટ ગુરુવારે હેક થયી. જેના હોમ પેજ પર લખ્યું હતું કે આ કામ ટીમ કેરળ સાઇબર વોરિયર ઘ્વારા કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં બકરવાલ સમુદાયની બાળકી સાથે મંદિરમાં ગેંગરેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારપછી દેશભરમાં પીડિતાને ન્યાય અપાવવા માટે લોકો રસ્તા પર પર પ્રદર્શન કરી રહ્યા છે.

વેબસાઈટ પર હેકરે આરોપીને છોડાવવા માટે રેલી કાઢતા હિન્દૂ એકતા મંચ અને અને જમ્મુ કાશ્મીરમાં બીજેપી પર સાંપ્રદાયિક રંગ આપવાનો આરોપ લગાવ્યો છે. બીજેપી વેબસાઈટ પર હેકરે લખ્યું છે કે ગંદી રાજનીતિ એ આરોપીઓને બચાવવાની કોશિશ કરી છે, જેને માસૂમ બાળકીનો ગેંગરેપ કરી તેની હત્યા કરી. સાંપ્રદાયિક હિંસાને કારણે ભારતીય માનવતાથી વિશ્વાસ ખોઈ ચુક્યા છે. માનવ કરતા પણ વધારે હવે અહીં ધર્મ અને જાતિને મહત્વ અપાય છે. ભારતને આગળ લઇ જવા માટે આપણે એક સાથે ઉભા થવું પડશે. હેકરે આરોપીઓ માટે મૌતની સજાની માંગ કરી છે.
હાલમાં જ ભારત સરકારના ઘણા મંત્રાલયોની વેબસાઈટ હેક થયી છે, જેમાં રક્ષા મંત્રાલય પણ શામિલ છે. જમ્મુ કાશ્મીર બીજેપી યુનિટ વેબસાઈટ હેક થતા પહેલા ગુરુવારે સુપ્રીમકોર્ટ ની વેબસાઈટ હેક થયી હતી. જેની પાછળ બાઝીલ હેકરનો હાથ હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું.
કઠુઆ અને ઉન્નાવ રેપ કેસના વિરોધમાં દેશભર થી લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. આ લોકો બંને પીડિતા માટે ન્યાયની અપીલ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા લંડનમાં "ભારત કી બાત સબકે સાથ પ્રોગ્રામ" માં કઠુઆ રેપ કેસ અંગે જણાવવામાં આવ્યું કે બળાત્કાર પર રાજનીતિ કરવી જોઈએ નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
