જમ્મુ કાશ્મીરઃ બારામૂલામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના વાનીગામ બાલા વિસ્તારમાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે.
બારામૂલાઃ જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના વાનીગામ બાલા વિસ્તારમાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના વાનીગામ બાલા વિસ્તારમાં શનિવારે (30 જુલાઈ, 2022) સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી તેમ પોલિસે જણાવ્યુ હતુ. પોલિસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમને વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી આપવામાં આવી હતી. જેના પછી એન્કાઉન્ટર શરૂ થયુ હતુ. પોલિસે જણાવ્યુ કે અથડામણમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો છે.

સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળોની તરફથી જવાબી કાર્યવાહીમાં ગોળીબાર શરૂ કર્યો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં સમગ્ર કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અનેક અથડામણ થઈ છે. જેમાં ઘણા આતંકવાદીઓ અને તેમના કમાન્ડરોનો ખાત્મો કરવામાં આવ્યો છે. મોટાભાગની કામગીરી પોલિસ અને સેના દ્વારા ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે.
#Encounter has started at Wanigam Bala area of #Baramulla district. Police and security forces are on the job. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) July 29, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
