કોણ છે મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી? વિધાનસભા ચૂંટણીથી કરશે રાજકારણમાં એન્ટ્રી
Jammu Kashmir Assembly Election 2024 : જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ પક્ષો મેદાનમાં ઉતર્યા છે. અહેવાલો છે કે આ વખતે મહેબુબા મુફ્તી ચૂંટણી નહીં લડે અને તેમની પુત્રી મેદાનમાં ઉતરશે.
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટ્યાના પાંચ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ વખતની જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની ખાસ વાત એ છે કે પીડીપી વડા મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી રાજકારણમાં એન્ટ્રી કરી રહી છે.

ઇલ્તિજા દક્ષિણ કાશ્મીર હેઠળના અનંતનાગ જિલ્લાની બિજબેહરા બેઠક પરથી ચૂંટણી લડશે. બિજબેહરા મુફ્તીનો પરંપરાગત પરિવારનો ગઢ છે.
35 વર્ષીય ઇલ્તિજા તેની માતાની પાર્ટી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) સાથે સંબંધિત રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. હાલમાં ઇલ્તિજા પીડીપીના મુખ્ય મીડિયા સલાહકારની જવાબદારી નિભાવી રહી છે.
પીડીપીના વડા મબૂબા મુફ્તી ઇલ્તિજા મુફ્તીને વિધાનસભા ચૂંટણી લડાવીને તેમનો રાજકીય વારસો સોંપવા માંગે છે. સૂત્રોના અનુસાર આ ચૂંટણી બાદ મહેબૂબા મુફ્તી સંરક્ષકની ભૂમિકા નિભાવવા માંગે છે.
5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી અને મહેબૂબા મુફ્તીની અટકાયત કરવામાં આવી ત્યારે ઇલ્તિજા મુફ્તી પ્રથમ વખત ચર્ચામાં આવી હતી.
તે સમય દરમિયાન ઇલ્તિજાને પીડીપીની મીડિયા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી અને તેણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને તેની માતાની કસ્ટડી અંગે પ્રશ્ન કર્યો હતો. જે બાદ ઇલ્તિજા રાજકારણમાં સક્રિય જોવા મળી હતી.
ઇલ્તિજાએ યુનાઇટેડ કિંગડમની કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી અને ઇન્ટરનેશનલ રિલેશન્સમાં માસ્ટર્સ કર્યું છે. જણાવી દઈએ કે, 19 ઓગસ્ટના રોજ પીડીપીએ દક્ષિણ કાશ્મીરની વિધાનસભા ક્ષેત્ર માટે આઠ મતવિસ્તારના પ્રભારીઓના નામની જાહેરાત કરી છે.
અનંતનાગ-રાજૌરીથી લોકસભા ચૂંટણી હાર્યા બાદ મહેબૂબા મુફ્તીએ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આ હાર છતાં પીડીપીએ તે ચૂંટણીઓમાં બિજબેહરામાં પોતાની લીડ જાળવી રાખી હતી.
બિજબેહરા સીટ પર લગભગ ત્રણ દાયકાથી મુફ્તી પરિવારનું વર્ચસ્વ રહ્યું છે. મહેબૂબા મુફ્તીએ 1996માં પહેલીવાર કોંગ્રેસની ટિકિટ પર આ સીટ જીતી હતી અને 1999માં પીડીપીની સ્થાપના કરી હતી.
આ પહેલા તેના પિતા અને ઇલ્તિજાના દાદા મુફ્તી મોહમ્મદ સઇદ પણ 1967માં બિજબેહરાથી જીત્યા હતા. ઇલ્તિજાના ઉમેદવાર બનવાની સાથે જ તે આ બેઠક પરથી ચૂંટણી લડનાર તેના પરિવારની ત્રીજી પેઢી બની છે.
આ વિધાનસભા ચૂંટણીઓ ઇલ્તિજા અને પીડીપી બંને માટે મહત્વપૂર્ણ છે. 4 ઓક્ટોબરના પરિણામો જણાવશે કે ઇલ્તિજા તેના પરિવારના રાજકીય વારસાને કેટલી સારી રીતે સંભાળવામાં સક્ષમ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
