પીઓકેમાંથી ભારતીય સીમામાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા 4 આતંકવાદીઓને સેનાએ કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સુરક્ષા જવાનોની અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરની માહિતી જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ભારતીય સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે કુપવાડાના મચ્છલ સેક્ટરમાં કાલા જંગલમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ આતંકીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ પહેલા જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં પોલીસે ગુરુવારે એક કાટવાળો હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યો હતો. પોલીસે જણાવ્યું કે સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે આ રિકવરી બશોલીના બસંતપુરા જંગલ વિસ્તારમાં કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પોલીસની બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ ઘટનાસ્થળે પહોંચી અને હેન્ડ ગ્રેનેડને ડિફ્યુઝ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની શુક્રવારથી શરૂ થનારી બે દિવસીય મુલાકાત પહેલા અહીં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. અમિત શાહ શહેરના ભગવતી નગર વિસ્તારમાં જાહેર સભાને સંબોધવાના છે. તેઓ જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
