જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકીઓનો સફાયો જારી, એન્કાઉન્ટરમાં માર્યો ગયો વધુ એક આતંકી
જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકવાદીઓનો ખાત્મો થઈ રહ્યો છે. સેનાના જવાનો આતંકીઓને તેમના યોગ્ય સ્થાન પર મોકલવામાં લાગેલા છે. બે દિવસ પહેલા (નવેમ્બર 17), જ્યાં સુરક્ષા દળોએ કુલગામમાં મોટી સફળતા હાંસલ કરી હતી, ત્યાં બે અલગ-અલગ સ્થ
જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકવાદીઓનો ખાત્મો થઈ રહ્યો છે. સેનાના જવાનો આતંકીઓને તેમના યોગ્ય સ્થાન પર મોકલવામાં લાગેલા છે. બે દિવસ પહેલા (નવેમ્બર 17), જ્યાં સુરક્ષા દળોએ કુલગામમાં મોટી સફળતા હાંસલ કરી હતી, ત્યાં બે અલગ-અલગ સ્થળોએ થયેલી અથડામણમાં પાંચ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. શનિવારે ફરી એકવાર કુલગામમાં એક આતંકવાદી માર્યો ગયો. મળતી માહિતી મુજબ, સ્થળ પર સુરક્ષા દળોનું ઓપરેશન હજુ પણ ચાલુ છે.

એન્કાઉન્ટર વિશે માહિતી આપતા જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, કુલગામના અશમુજી વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે હાજર છે. સેનાએ કરેલી કાર્યવાહીમાં એક અજાણ્યો આતંકવાદી માર્યો ગયો છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
કુલગામ પોલીસ અને સેનાએ એન્કાઉન્ટર સ્થળ પરથી શાળાના બાળકો સહિત 60 લોકોને બચાવ્યા હતા. બાતમીના આધારે સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જે બાદ સુરક્ષા દળોએ બે આતંકીઓને ઘેરી લીધા હતા. જે બાદ ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર શરૂ કર્યો, ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ 1 આતંકીને ઠાર કર્યો. એન્કાઉન્ટર હજુ ચાલુ છે.
અગાઉ, કુલગામમાં સુરક્ષા દળો દ્વારા પાંચ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જેમાંથી એકની ઓળખ આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના કમાન્ડર અફાક સિકંદર તરીકે થઈ હતી.
#WATCH | J&K: An encounter is underway at Ashmuji area of Kulgam. One unidentified terrorist killed so far. School children among 60 people rescued from the site of encounter by Kulgam Police & Army.
— ANI (@ANI) November 20, 2021
(Source: Indian Army)
(Visuals deferred by unspecified time) pic.twitter.com/eVyTlvGi9V
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
