જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાંથી આતંકીઓએ 2 નાગરિકોનું અપહરણ કર્યું, એકનો મૃતદેહ મળ્યો
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાંથી આતંકીઓએ 2 વ્યક્તિનું અપહરણ કર્યું, એકનો મૃતદેહ મળ્યો
શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના પુલવામાના ત્રાલમાં આતંકીઓએ બે લોકોનું અપહરણ કરી લીધું છે. જેમાંથી એક વ્યક્તિની આતંકવાદીઓએ સોમવારે હત્યા કરી દીધી છે જ્યારે બીજા વ્યક્તિની તલાશ ચાલુ છે. જમ્મૂ-કાશ્મીર પોલીસ તરફથી આ ઘટનાની પુષ્ટિ કરી છે. પુલવામા, તક્ષિણ કાશ્મીરમાં આવે છે અને અહીંનો વિસ્તાર આતંકીઓનો ગઢ માનવામાં આવે છે. હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર બુરહાન વાની ત્રાલનો રહેવાસી હતો. હિઝબુલ અને જૈશ એ મોહમ્મદના કેટલાય કમાન્ડર ત્રાલના જ રહેનાર હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે જે બે લોકોનું આતંકીઓએ અપહરણ કરી લીધું છે તે બંને ગુજ્જર સમુદાયના હતા. સુરક્ષાબળોએ આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન લૉન્ચ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરની પોલીસ તરફથી આપવામાં આવલ જાણકારી મુજબ જે બે લોકોનું આતંકીઓએ અપહરણ કર્યું છે તેમાં એક રાજૌરીનો રહેવાસી અબ્દુલ કાદિર કોહલી અને બીજો શ્રીનગરના ખોનમોહ વિસ્તારનો રહેવાસી મંજૂર અહમદ છે. આતંકવાદીઓએ સોમવારે સાંજે 7.30 વાગ્યે આ બંનેનું અપહરણ કર્યું હતું. હત્યા થઈ તે વ્યક્તિ કોણ છે તે અંગે હજુ કંઈ જાણકારી મળી નથી.
Jammu & Kashmir Police: One of the two persons who was abducted by terrorists in TRAL, yesterday, has been shot dead. Search for the other person is underway. pic.twitter.com/hfwiUXR8t5
— ANI (@ANI) August 27, 2019
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
