ભારતના નકશામાં આવી રીતે બદલ્યો જમ્મુ અને કાશ્મીરનો નકશો
ભારતના નકશામાં આવી રીતે બદલ્યો જમ્મુ અને કાશ્મીરનો નકશો
નવી દિલ્હીઃ ભારત સરકારના ઐતિહાસિક ફેસલાથી સાત દશકા બાદ ભારતના નકશામાં જમ્મુ અને કાશ્મીરનો નકશો બદલાઈ ચૂક્યો છે. હવે એક જમ્મુ અને કાશ્મીર રાજ્ય ન રહી બે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયાં છે. એક જમ્મુ અને કાશ્મીર તથા બીજું લદ્દાખ. આમાંથી જમ્મુ અને કાશ્મીરમાં તો એક વિધઆનસભા પણ હશે, પરંતુ લદ્દાખમાં કોઈ વિધાનસભા નહિ હોય અને ત્યાંનું પ્રશાસન એક ઉપરાજ્યપાલના હાથોમાં રહેશે. આની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં પણ હવે રાજ્યપાલની જગ્યાએ ઉપરાજ્યપાલની જ તહેનાતી થશે.

જમ્મુ અને કાશ્મીરનો નકશો બદલાઈ ગયો
કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં જે ઐતિહાસિક બિલ રજૂ કર્યું, તેમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાનું પ્રાવધાન છે. આ રાજ્યને જમ્મુ અને કાશ્મીર તથા લદ્દામાં વહેંચવાના પ્રસ્તાવ વિશે ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યસભામાં કહ્યું કે રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાનો ફેસલો સીમાપારથી સતત ચાલુ આતંકવાદના ખતરાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
|
આ માટે બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યાં
જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડિવાઈડ કરવાનું જે બિલ રાજ્યસભામાં રજૂ થયું છે, તે વિશે ગૃહમંત્રી અમિત શાહે સદનને જણાવ્યું કે લદ્દાખ ડિવિઝનનું ક્ષેત્રફળ બહુ વિશાળ છે, પરંતુ ત્યાંની જન સંખ્યા બહુ ઓછી છે અને ભૂ-ભાગ બહુ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે પોતાની અપેક્ષાઓને પૂરી કરવા માટે લદ્દાખના લોકોને લાંબા સમયથી કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવાની માંગ રહી છે. માટે લદ્દાખમાં કોઈ વિધાનસભા નહિ હોય. જ્યારે ગૃહમંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે હાલના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આંતરિક સુરક્ષાના હાલાત જે સીમાપારથી પ્રાયોજિત આતંકવાદથી પ્રભાવિત છે, તેને અલગ જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવી રહ્યું છે. અહીં એક વિધાનસભા હશે.

કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાનો મતલબ?
કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સીધે-સીધું કેન્દ્ર સરકારનું શાસન હોય ચે. ભારતના રાષ્ટ્રપતિ દરેક કેન્દ્ર શાસિત પ્રદેશના એક પ્રશાસક અથવા ઉપ રાજ્યપાલ નિયુક્ત કરે છે. હાલ દેશમાં અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લક્ષદ્વિપ તથા પોંડીચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દિલ્હી પણ ટેક્નિકલ રીતે એક કેન્દ્ર શાસિત પ્રદેશ જ છે, જેને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. તાજા ફેસલા બાદ દેશમાં હવે 29 રાજ્યોની જગ્યાએ 28 રાજ્ય થઈ ગયાં અને પહેલાના 7 કેન્દ્ર શાસિત પ્રદેશોની જગ્યાએ 9 કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
