ભાજપે કાશ્મીર માટે શું કર્યું? જમ્મુ કાશ્મીરમાં મલ્લિકાર્જુન ખડગેએ કર્યા આકરા પ્રહાર
Jammu and Kashmir Assembly Election 2024: આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં 18 સપ્ટેમ્બર પ્રથમ તબક્કામાં મતદાન સંપન્ન થયું છે.
જ્યારે બાકીની બેઠકો માટે બે તબક્કામાં 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. આ બે તબક્કામાં મતદાતાઓને રિઝવવા માટે તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સતત રેલીઓ અને જનસભા યોજીને લોકોને પોતાની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. આ સાથે રાજકીય નેતાઓ આક્ષેપપ્રત્યાક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે.
આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 21 સપ્ટેમ્બર શનિવારના રોજ ચૂંટણી પ્રચાર કરવા માટે જમ્મુ પહોંચ્યા હતા.
જમ્મુમાં મલ્લિકાર્જુન ખડગેએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પાર્ટીના ઉમેદવાર તારા ચંદ માટે પ્રચાર કર્યો હતો. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહ, ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા હતા.

મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ભાજપ પાસે કોઈ એજન્ડા નથી. ભાજપ અને આરએસએસના નેતાઓ હંમેશા કોંગ્રેસના નેતાઓની જીભ કાપવાની વાત કરે છે.
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સાંસદો કહે છે, તમે પણ તમારી દાદી જેવા જ હાલનો સામનો કરશો. તેમ છતા તેમની સામે કેમ કોઈ પગલાં લેવાતા નથી?
મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને પણ આતંકવાદી કહેવામાં આવે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી તેમનાથી ડરતી નથી. આટલું જ નહીં. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાકિસ્તાન સાથે ફરીથી વાતચીત શરૂ કરવા માંગે છે, આ બધા જુઠ્ઠાણા છે.
મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ભાજપ મુદ્દાને વાળવા માંગે છે. અમે ક્યારેય બિરયાની ખાવા કે તેને ગળે લગાવવા ગયા નથી. એટલું જ નહીં તેમણે જણાવ્યું હતું કે, અમે સાત ગેરંટી જાહેર કરી છે. અમારી પ્રાથમિકતા જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની છે.
મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, બીજી ગેરંટી આરોગ્ય વીમા યોજના પ્રદાન કરવાની છે, જે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં દરેક પરિવારને રૂપિયા 25 લાખનું કવરેજ પ્રદાન કરશે.
પરિવારની મહિલા વડાઓને 3,000 રૂપિયાનો માસિક લાભ આપવામાં આવશે. મહિલાઓને 5 લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન પણ આપવામાં આવશે.
મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, OBC ને બંધારણમાં સમાવિષ્ટ તેમના અધિકારો મળશે. જ્યારે અમે સત્તામાં આવીશું, 1 લાખ નોકરીઓ ખાલી હશે, તેને તરત જ સૂચિત કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
