જમ્મુ કાશ્મીરના ભાજપ અધ્યક્ષે કર્યો મોટો દાવો, કોણ બનશે મુખ્યમંત્રી?
Jammu and Kashmir assembly election 2024: હાલ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઈ રહી છે. જેમાં બે તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે. જ્યારે અંતિમ તબક્કામાં 1 ઓક્ટોબરના રોજ મતદાન થશે. જે બાદ 8 ઓક્ટોબરના રોજ મતગણતરી કરવામાં આવશે.
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીઓ કેન્દ્રશાસિત પ્રદેશ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. કારણ કે, કલમ 370 નાબૂદ કર્યા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે, અને છેલ્લી ચૂંટણીના લગભગ એક દાયકા બાદ યોજાઈ રહી છે.
આ ચૂંટણીના પરિણામોની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, જે પ્રદેશના રાજકીય ભાવિ અને કેન્દ્ર સરકારની નીતિઓ સૂચવે છે.
આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રવિંદર રૈનાએ જણાવ્યું હતું કે, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની મહેબૂબા મુફ્તી ભાવી સરકારનો હિસ્સો નહીં બને.
જમ્મુ કાશ્મીરમાં ભાજપની એકલા હાથે સરકાર બની રહી છે. જમ્મુ કાશ્મીરના આગામી મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીમાંથી જ હશે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રવિંદર રૈનાએ તમામ સમુદાયોના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપ માટે મોટી લહેર છે. અમે લોકોના જબરજસ્ત સમર્થનથી સરકાર બનાવી રહ્યા છીએ. આગામી મુખ્યમંત્રી ભાજપના જ હશે.
કઠુઆમાં યોજાયેલી રેલીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના નેતાઓની ટીકા કરી હતી. અમિત શાહે ઓમર અબ્દુલ્લા અને રાહુલ ગાંધીને રાજ્યની પરિસ્થિતિ વિશેની તેમના નિવેદનો બદલ નિશાન બનાવ્યા હતા.
ઓમર અબ્દુલ્લા અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનું કામ માત્ર કેન્દ્ર સરકાર જ કરી શકે છે.
નેશનલ કોન્ફરન્સના નેતાની ટીકા કરતા અમિત શાહે ઓમર અબ્દુલ્લાની બે બેઠકો પરથી ચૂંટણી લડવા માટે મજાક ઉડાવી હતી, અને તેને ડરની નિશાની ગણાવી હતી.
વિપક્ષની અંદર રાજકીય દાવપેચ તરફ ઈશારો કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, ઓમર અબ્દુલ્લા ફરીથી મુખ્યમંત્રી બનવાનું સપનું જોઈ રહ્યા છે. મતદાનના પ્રથમ બે તબક્કા પૂરા થઈ ગયા છે, અને આ તબક્કામાં એનસી અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.
ઓમર અબ્દુલ્લા સાહેબ કહેતા હતા કે, તેઓ CM બનવાના સપના જોઈ રહ્યા છે. જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી ચૂંટણી નહીં લડો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
