જમ્મુ કાશ્મીરઃ અનંતનાગમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને કર્યા ઠાર
ભારતીય સેનાએ એક વાર ફરીથી આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
અનંતનાગઃ ભારતીય સેનાએ એક વાર ફરીથી આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી કરી શકાઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ એનકાઉન્ટર અનંતનાગના કાંદીપોરા બિજબેહારા વિસ્તારમાં થયુ.

કાશ્મીરના પોલિસ મહાનિરીક્ષક વિજય કુમારે માહિતી આપીને જણાવ્યુ કે એનકાઉન્ટરમાં મરનાર આતંકીઓની સંખ્યા 2 છે. આ પહેલા એક આતંકીના મરવાના સમાચાર આવ્યા હતા. માહિતી મુજબ કાલે બુધવારે અથડામણ શરૂ થઈ અને ઑપરેશનના બીજા દિવસે એટલે કે આજે બે આતંકવાદી ઠાર મારી દેવામાં આવ્યા છે. સુરક્ષાબળોએ રાતે અથડામણને રોકી દીધી હતી અને ગુરુવારે સવારે ફરીથી શરૂ કરી દીધી હતી.
પોલિસ અને સેનાની એક સંયુક્ત ટીમે કાંદિપોરામાં એક ઘેરો અને તપાસ અભિયાન ચલાવ્યુ. સુરક્ષાબળોની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી એટલે તરત જ ત્યાં છૂપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ જેનો જડબાતોડ જવાબ આપીને સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને ઠાર મારી દીધા.
આ ઑપરેશન સંયુક્ત રીતે સુરક્ષાબળો અને સ્થાનિક પોલિસ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. એક દિવસ પહેલા દક્ષિણ કાશ્મીરના સોપોરમાં એક એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જે આતંકવાદીને ઠાર માર્યો હતો તેની ઓળખ આતંકી સંગઠન અલ બદરના પ્રમુખ ગની ખ્વાજા તરીકે થઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
