અમિત શાહ અમિત શાહ વિરૂદ્ધ કાર્યવાહીકાર્યવાહીની માંગ સાથે જયરામ રમેશે રાજ્યસભામાં નોટીસ આપી, જાણો શું છે વિવાદ?
એક તરફ કેરળમાં ભુસ્ખલનને કારણે ઘણા લોકોના જીવ ગયા છે તો બીજી તરફ અમિત શાહે ખોટા દાવા કરીને રાજનીતિ કરી હતી. હવે આ મુદ્દે જયરામ રમેશે રાજ્યમાં નોટીસ આપી છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે શુક્રવારે રાજ્યસભામાં કાર્યપ્રણાલી અને કારોબારના નિયમ 187 હેઠળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે.

જયરામ રમેશે રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખરને લખેલા પત્રમાં આ માંગણી કરી છે. જયરામ રમેશે પત્રમાં લખ્યું કે, 31 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના અંગે રાજ્યસભામાં પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અર્લી વોર્નિંગ સિસ્ટમ પર ઘણા દાવા કર્યા, જેમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે વાયનાડમાં દુર્ઘટના પહેલા કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યા હોવા છતાં કેરળ સરકારે તેનો ઉપયોગ કર્યો નહીં.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે લખ્યું કે, આ દાવાઓનું મીડિયામાં વ્યાપકપણે તથ્ય તપાસવામાં આવ્યું છે. 2 ઓગસ્ટ 2024ના રોજ ધ હિન્દુમાં પ્રકાશિત થયેલ હકીકત તપાસ અહેવાલ પણ સામેલ છે.
જયરામે કહ્યું કે, આ સ્થિતિમાં સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી પૂર્વ ચેતવણી પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમના નિવેદનોથી રાજ્યસભાને ગેરમાર્ગે દોરી છે અને દાવા સદંતર ખોટા સાબિત થયા છે.
રાજ્યસભાના સદસ્ય જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે તે દરેક વ્યક્તિ જાણે છે કે મંત્રી અથવા સભ્ય દ્વારા ગૃહને ગેરમાર્ગે દોરવું એ વિશેષાધિકારનો ભંગ અને ગૃહની તિરસ્કાર માનવામાં આવે છે. આ સંજોગોમાં અમે માંગ કરીએ છીએ કે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના અંગે વાત કરી હતી. તેમણે આ અકસ્માત માટે કેરળ સરકારને જવાબદાર ગણાવી હતી. અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારે 23 જુલાઈએ તેનું એલર્ટ જાહેર કર્યું હતું, પરંતુ કેરળ સરકારે તેની અવગણના કરી.
જણાવી દઈએ કે, એક તરફ 300 જેટલા લોકોના મોત અને બીજી તરફ અમિત શાહની આવી રાજનીતિથી લોકો પણ આહત થયા હતા. હવે કોંગ્રેસે સંસદમાં નોટીસ આપી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
