Train Firing: 'એણે પહેલા નામ પૂછ્યુ અને પછી મારી દીધી ગોળી', પીડિત પરિવારોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Jaipur-Mumbai Tran Firing: મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ચાલી રહેલી જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ (12956)માં એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) સહિત ચાર લોકોના મોત થયા હતા. આ હૃદયદ્રાવક ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોમાંથી એક સૈયદ સૈફુદ્દીનના નાના ભાઈ યુનુસ અને કાકા વાજિદ પાશાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
યુનુસે 'ધ ક્વિન્ટ'ને જણાવ્યુ કે 'મારા ભાઈ સૈયદ સૈફુદ્દીનને છ મહિનાની એક નાની બાળકી છે, આખો પરિવાર અસહ્ય પીડામાંથી પસાર થઈ રહ્યો છે, અમારા ઘરમાં તે એક જ વ્યક્તિ હતો જે કમાતો હતો. સૈફના કાકા વાજિદ પાશાએ કહ્યું કે 'શૂટરે પહેલા મારા બાળકને તેનું નામ પૂછ્યું અને પછી તેના પર ફાયરિંગ કર્યું'.

તમને જણાવી દઈએ કે મૃતક સૈયદ સૈફુદ્દીનનો પરિવાર હૈદરાબાદના નામપલ્લી જિલ્લાનો રહેવાસી છે. આ નિવેદન સામે આવ્યા બાદ ધારાસભ્ય જાફર હુસૈને પણ કહ્યું છે કે 'યાત્રીઓ પર હુમલો ધર્મના કારણે થયો છે, તેથી આ મામલાની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.'
તમને જણાવી દઈએ કે 46 વર્ષીય સૈફુદ્દીન હૈદરાબાદના ગુજરાતી ગલી-કોટીમાં મોબાઈલ રિપેરિંગની દુકાનમાં કામ કરતો હતો. તેમને ત્રણ દીકરીઓ છે, જેમાં સૌથી નાની દીકરી 6 મહિનાની છે.
અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળના ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના સભ્ય મેરાજે કહ્યું કે 'તેમનો પક્ષ આ "નફરત" સામે ખડેપગે છે અને પીડિતોને ન્યાય અપાવીને રહેશે. દેશમાં એક મુસલમાનની હત્યા કરી દેવામાં આવે છે, આ ક્યાંનો ન્યાય છે?
નોંધપાત્ર વાત એ છે કે, ટ્રેનની અંદર ગોળીબાર કરનાર આરોપી ચેતન કુમાર ચૌધરી એક આરીપીએફ કૉન્સ્ટેબલ છે, જેણે 31 જુલાઈના રોજ સવારે 5 વાગે જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસના કોચ B5માં પહેલા એએસઆઈ ટીકારામ મીણા પર તેની રાઈફલથી ફાયરિંગ કર્યું હતું. પછી તેણે બીજા કોચમાં જઈને અન્ય ત્રણ મુસાફરો પર ગોળીબાર કર્યો, જેમાં ચારેયના ઘટનાસ્થળે જ મોત થયા.
પશ્ચિમ રેલવેના ઇન્સ્પેક્ટર જનરલ-કમ-પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર પીસી સિન્હાએ જણાવ્યું હતું કે 'ચેતન ગુસ્સાવાળા સ્વભાવનો અને માનસિક રીતે સ્થિર વ્યક્તિ છે, જે થોડા સમય પહેલા ગુજરાતથી મુંબઈ ટ્રાન્સફર થયો હતો. જેને લઈને તે ખૂબ જ ચિંતિત હતો. પ્રવાસ દરમિયાન ટીકારામ સાથે તેની કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો અને તેણે ફાયરિંગ શરૂ કર્યું હતું, જેમાં ચાર લોકોના મોત થયા હતા. અમે બંદૂક સાથે તેની ધરપકડ કરી છે. મામલાની તપાસ ચાલી રહી છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
