જિતેન્દ્ર સિંહ બની શકે છે જમ્મૂ-કાશ્મીરના પ્રથમ હિન્દુ CM
જમ્મૂ-કાશ્મીર, 26 ડિસેમ્બર: જમ્મૂ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અત્યાર સુધીના સૌથી સારા પ્રદર્શનમાં 25 સીટો જીત્યા બાદ સૂત્રોના હવાલેથી સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે કે નેશનલ કોન્ફ્રેંસની મદદથી ભાજપ જમ્મૂ કાશ્મીરમાં સરકાર બનાવવા જઇ રહી છે.
પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહને જમ્મૂ-કાશ્મીરમાં ધારસભ્ય દળના નેતા ચૂંટવામાં આવશે જેની સભવત: જાહેરાત શુક્રવારે કરવામાં આવી શકે છે. જો કે નેશનલ કોન્ફ્રેંસના નેતા ઉમર અબ્દુલાએ ગુરૂવારે રાત્રે ટ્વિટ કરી સરકાર બનાવવા માટે ભાજપ સાથે કોઇપણ પ્રકારની ડીલ હોવાની મનાઇ કરી દિધી છે.
So many stories doing the rounds about a BJP NC deal. Let me say this as strongly as possible - THERE IS NO DEAL NOR ANY DISCUSSION going on
— Omar Abdullah (@abdullah_omar) December 25, 2014 જમ્મૂ કાશ્મીરમાં આગામી સરકાર ભાજપ અને નેશનલ કોન્ફ્રેંસના ગઠજોડથી જો બને છે તો જમ્મૂ કાશ્મીર રાજ્યને જિતેન્દ્ર સિંહના રૂપમાં પોતાના પ્રથમ હિન્દુ મુખ્યમંત્રી મળી શકે છે સૂત્રોનું કહેવું છે કે જિતેન્દ્ર સિંહનું નામ ફાઇનલ થઇ ગયું છે 58 વર્ષીય જિતેન્દ્ર સિંહ ડૉક્ટર છે અને તે ઉધમપુરથી ભાજપના સાંસદ છે.

અત્યારે જે સ્થિતિ અત્યારે સામે છે તે મુજબ ભારતીય જનતા પાર્ટી (ભાજપે) હિન્દુ મુખ્યમંત્રીની શરત મુકી છે, જેના લીધે તેના નેશનલ કોન્ફ્રેંસ (નેકાં) પાસે સમર્થનની વાત બની શકી નહી. બંને પાર્ટીઓના નેતૃત્વએ ગુરૂવારે પોતાની બેઠક થઇ હોવાની મનાઇ કરી દિધી છે. કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે જમ્મૂ તથા કાશ્મીરમાં સરકાર રચવામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તો બીજી તરફ મહાસચિવ રામ માધવે કહ્યું કે અહીં ભાજપની જ સરકાર બનશે અને તે ત્યાં વિભિન્ન વિકલ્પોની શોધમાં જ આવ્યા છે.
I hope someone from the PDP/BJP/Cong steps up & forms a government in J&K quickly. Denying stupid rumours is fast becoming a full time job.
— Omar Abdullah (@abdullah_omar) December 25, 2014 જિતેન્દ્ર સિંહ બની શકે છે જમ્મૂ કાશ્મીરના પ્રથમ હિન્દુ સીએમ
સૂત્રોના અનુસાર નેશનલ કોન્ફ્રેંસ ભાજપ નેતૃત્વવાળા ગઠબંધનમાં સામેલ થવા માટે તૈયાર છે, પરંતુ શરત એટલી છે કે ભાજપને હિન્દુ મુખ્યમંત્રીની માંગ છોડવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ દેશના આ સીમાંત ઉત્તરી રાજ્યમાં 'મિશન 44+'ની સાથે ચૂંટણીમાં ઉતરી હતી, પરંતુ સફળતા મેળવી શકી નહી. પાર્ટીને હિન્દુ પ્રભુત્વવાળા જમ્મૂ ક્ષેત્રમાં 24 અને મુસ્લિમ પ્રભુત્વવાળા કાશ્મીર ઘાટીમાં એક જ સીટ મળી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
