ISROએ એમેજોનિયા સહિત 18 સેટેલાઈટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યા
ISROએ એમેજોનિયા સહિત 18 સેટેલાઈટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યા
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને આજે સવાર આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઈસરોએ સતીશ ધવન અંતરિક્ષ સ્ટેશનથી PSLV-C51 રોકેટ લૉન્ચ કર્યું છે. આ રોકેટ બ્રાઝિલના એમેઝોનિયા-1 સેટેલાઈટ સહિત 18 અન્ય સેટેલાઈટને અંતરિક્ષમાં લઈને ગયું છે. આ પીએસએલવીનું 53મું મિશન છે. બ્રાઝીલનો આ પહેલો સેટેલાઈટ છે જેને ભારત દ્વારા લૉન્ચ કરવામાં આવી રહ્યો છે. સવારે 10 વાગીને 24 મિનિટ પર આ રોકેટ લૉન્ચ કરવામાં આવી છે.

આ રોકેટથી મોકલવામાં આવેલ એમેઝોનિયા-1ને તેની કક્ષામાં સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે PSLV-C51/એમેઝોનિયા-1 ઈસરોની વાણિજ્યિક એકમ ન્યૂસ્પેસ ઈન્ડિયાનું પહેલું સમર્પિત વાણિજ્યિક મિશન છે. મિશનના સફળતાપૂર્વક લૉન્ચિંગ પર ઈસરોના વૈજ્ઞાનિકોએ ખુશી વ્યક્ત કરી. ઈસરોએ પોતાના સત્તાવાર ટ્વિટર હેંડલથી આ સેટેલાઈટના લૉન્ચિંગનો વીડિયો પણ જાહેર કર્યો છે.
મિશનના સફળતાપૂર્વક લૉન્ચિંગ બાદ ઈસરોના પ્રમુખ કે સિવાને કહ્યું, "ભારત અને બ્રાઝીલ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પહેલા સેટેલાઈટને સફળતાપૂર્વક લૉન્ચ કરવા પર અમે બહુ ગર્વ મહેસૂસ કરી રહ્યા છીએ. ઉપગ્રહ બહુ સારી હાલતમાં છે. બ્રાઝીલની ટીમને હું શુભેચ્છા પાઠવું છું."
એમેઝોનિયા-1 મિશન વિશે જણાવવામાં આવ્યું કે આ સેટેલાઈટ એમેઝોન ક્ષેત્રમાં વનની કાપણીની દેખરેખ ્ને બ્રાઝીલના ક્ષેત્રમાં વિવિધ કૃષિના વિશ્લેષણ માટે ઉપયોગકર્તાઓના આંકડા ઉપલબ્ધ કરાવશે અને હાલના તબક્કાને મજબૂત કરશે.
એમેઝોનિયા-1ના સહ યાત્રી ઉપગ્રહોમાં ચેન્નઈ સ્થિત સ્પેસ કિડ્સ ઈન્ડિયા અને સતીશ ધવન સેટ સામેલ છે. આ અંતરિક્ષ યાનના શીર્ષ પેનલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર દોરવામાં આવી છે.
આ અવસર પર એસકેઆઈએ કહ્યું કે આ તેમની આત્મનિર્ભર પહેલ અને અંતરિક્ષ ખાનગીકરણ માટે એકજુટતા અને કૃતજ્ઞતા દર્શાવે છે. આ મિશનના માધમયથી જે એસકેઆઈ સેટેલાઈટ મોકલવામાં આવ્યા છે, તે પોતાની સાથે એસડી કાર્ડમાં ભગવત ગીતા પણ લઈને ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
