આદિત્ય L1ના લોન્ચિંગ પહેલા તિરૂમાલા શ્રી વેંકટેશ્વર મંદીર પહોંચ્યા ઇસરોના વૈજ્ઞાનિક, Video
ભારત માટે 2 સપ્ટેમ્બરનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે ISRO તેનું પ્રથમ સૌર મિશન આદિત્ય L1 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આદિત્ય L1ના લોન્ચિંગ પહેલા ISROની વૈજ્ઞાનિકોની ટીમ શુક્રવારે તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પૂજા કરવા પહોંચી હતી. પરંપરાગત પોશાકમાં મંદિરે પહોંચેલા વૈજ્ઞાનિકોએ આદિત્ય એલ1ના સફળ પ્રક્ષેપણ માટે પ્રાર્થના કરી હતી.
તમને જણાવી દઈએ કે ચંદ્રયાન-3ના લોન્ચિંગ અને ચંદ્ર પર તેના સફળ ઉતરાણ પહેલા ઈસરોના વૈજ્ઞાનિકોએ તિરુપતિ બાલાજી જઈને ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા અને ચંદ્રયાન-3ની સફળતા માટે પ્રાર્થના કરી હતી. ચંદ્રયાનની સફળતા બાદ ઈસરોના વડાએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી.

23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પછી, ઈસરોના વૈજ્ઞાનિકોને હવે તેમના સૂર્ય મિશનથી ઘણી આશાઓ છે. તે જ સમયે, વિશ્વભરના વૈજ્ઞાનિકોની નજર ભારતના આ પ્રથમ સૌર મિશન પર ટકેલી છે.
નોંધપાત્ર રીતે, ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ1 2 સપ્ટેમ્બરે ISROના વૈજ્ઞાનિકો દ્વારા આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી સવારે 11.50 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ આદિત્ય L1ને ISROના PSLV-C57 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે. PSLV-C57 એક ભારે અને વિશાળ રોકેટ છે.
ISROનું PSLV-C57 રોકેટ 2 સપ્ટેમ્બરે સવારે 11.50 કલાકે ઉપડશે અને આદિત્ય L1 આગામી પાંચ વર્ષ સુધી સૂર્યનો અભ્યાસ કરશે.
ISROના ચીફ એસ સોમનાથે જણાવ્યું કે આદિત્ય એલ1ના લોન્ચિંગ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, રોકેટ લોન્ચિંગ પહેલા તેનું રિહર્સલ પણ પૂર્ણ થઈ ગયું છે. તેને ઈસરોની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ જોઈ શકાશે. લાઈવ સવારે 11:20 વાગ્યે શરૂ થશે.
#WATCH | Andhra Pradesh: A team of ISRO scientists arrive at Tirumala Sri Venkateswara Temple, with a miniature model of the Aditya-L1 Mission to offer prayers.
— ANI (@ANI) September 1, 2023
India's first solar mission (Aditya-L1 Mission) is scheduled to be launched on September 2 at 11.50am from the… pic.twitter.com/XPvh5q8M7F
ISRO Website: https://www.isro.gov.in/
Facebook: https://www.facebook.com/ISRO
YouTube: https://youtube.com/watch?v=_IcgGYZTXQw
DD National TV channel
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
