ISRO: શ્રીહરિકોટાથી બ્લુબર્ડ બ્લોક-2 ઉપગ્રહ લોન્ચ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન
ISRO BlueBird Block 2: ભારતીય અંતરિક્ષ એજન્સી (ISRO) એ આજે ફરી એકવાર અવકાશમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. ઈસરોએ તેના સૌથી શક્તિશાળી રોકેટ LVM3 દ્વારા અમેરિકાના અત્યાધુનિક સેટેલાઇટ 'બ્લૂબર્ડ બ્લોક-2' (BlueBird Block-2) ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ મિશન ઈન્ટરનેટની દુનિયામાં મોટી ક્રાંતિ લાવશે તેમ માનવામાં આવે છે.

90 સેકન્ડનો વિલંબ અને વૈજ્ઞાનિક સમજદારી
આ રોકેટની લોન્ચિંગનો સમય સવારે 8:54 મિનિટનો હતો, પરંતુ અંતિમ ક્ષણે તેને બદલીને 8:55 મિનિટ અને 30 સેકન્ડ કરવામાં આવ્યો હતો. ઈસરોએ આ 90 સેકન્ડની મોડું જાણીજોઈને કર્યું હતું. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, અવકાશમાં તરતા કાટમાળ (Space Debris) અથવા અન્ય સેટેલાઇટ્સ સાથે રોકેટની ટક્કર ન થાય તે માટે આ સાવચેતી રાખવામાં આવી હતી. વિજ્ઞાનની ભાષામાં તેને 'કંજંક્શન એવોઈડન્સ' કહેવામાં આવે છે.
#WATCH | Sriharikota, Andhra Pradesh | ISRO's LVM3 M6 mission lifts off from the Satish Dhawan Space Centre, carrying the BlueBird Block-2 satellite into orbit, as part of a commercial deal with U.S.-based AST SpaceMobile.
— ANI (@ANI) December 24, 2025
The mission will deploy the next-generation… pic.twitter.com/VceVBLOU5n
ઈન્ટરનેટની દુનિયામાં નવો અધ્યાય: શું છે ખાસિયત?
આ લોન્ચિંગ સામાન્ય ઈન્ટરનેટ યુઝર્સ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
- ડાયરેક્ટ-ટુ-મોબાઈલ: આ સેટેલાઇટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈપણ ટાવર કે કેબલ વગર સીધું તમારા સ્માર્ટફોન પર હાઈ-સ્પીડ બ્રોડબૅન્ડ ઈન્ટરનેટ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
- સૌથી મોટો સેટેલાઇટ: 'બ્લૂબર્ડ બ્લોક-2' એ વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ કોમ્યુનિકેશન સેટેલાઇટ્સમાંનો એક છે.
- કનેક્ટિવિટી: આ ટેકનોલોજીથી દુર્ગમ વિસ્તારો, દરિયાની વચ્ચે કે પહાડો પર પણ મોબાઈલ નેટવર્કની સમસ્યા દૂર થઈ જશે.
કેમ 'બાહુબલી' કહેવાય છે LVM3 રોકેટ?
જે રોકેટ દ્વારા આ લોન્ચિંગ કરવામાં આવ્યું છે, તેને તેની અદભૂત ક્ષમતાને કારણે 'બાહુબલી' રોકેટનું બિરુદ મળ્યું છે.
- ચંદ્રયાનનું પાવરહાઉસ: આ એ જ રોકેટ છે જેણે ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 ને અવકાશમાં સફળતાપૂર્વક મોકલ્યા હતા.
- ભારે વજન વહન કરવાની ક્ષમતા: LVM3 ત્રણ તબક્કાનું રોકેટ છે જે અત્યંત ભારે સેટેલાઇટ્સને ચોક્કસ કક્ષામાં સ્થાપિત કરવામાં સક્ષમ છે.
- ભરોસો: આ રોકેટે તાજેતરમાં જ અનેક મહત્વપૂર્ણ મિશન (જેમ કે M5-CMS-03) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી થયેલા આ લોન્ચિંગે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ભારતની લૉન્ચિંગ ક્ષમતાનો સિક્કો જમાવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
