Pics: લગ્ન પહેલા ગૃહશાંતિ પૂજામાં રાજકુમારી જેવી લાગી રહી છે ઈશા અંબાણી
લગ્ન પહેલા મુકેશ અને નીતા અંબાણીએ ગૃહશાંતિ પૂજા રખાવી છે જેમાં ઈશા પ્રી-વેડિંગ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
ભારતના જ નહિ પરંતુ એશિયાના સૌથી અમીર હસ્તીઓમાંના એક મુકેશ અંબાણીની એકમાત્ર દીકરી ઈશા અંબાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી હાલમાં અંબાણી હાઉસમાં ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ઈશા અને આનંદ પીરામલના લગ્ન 12 ડિસેમ્બરે મુકેશ અંબાણીના ઘર એંટીલિયામાં થશે. લગ્ન પહેલા મુકેશ અને નીતા અંબાણીએ ગૃહશાંતિ પૂજા રખાવી છે જેમાં ઈશા પ્રી-વેડિંગ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ઈશા અંબાણીએ પહેર્યો આ ખાસ લહેંગો
ઈશાએ પૂજા દરમિયાન ડિઝાઈનર સવ્યસાચીનો ડિઝાઈન કરેલો લહેંગો પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ઈશાનો આ લુક હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બનેલો છે. તમને જણાવી દઈએ કે ડિઝાઈનર સવ્યસાચીએ બંધેજ ગોટા-પટ્ટી લહેંગામાં હેન્ડ એમ્બ્રોઈડ્રી ટીક્કી વર્કનું કામ કર્યુ છે. લહેંગા સાથે ઈશાએ હેવી જ્વેલરી પણ કેરી કરી છે.

તિરુપતિ મંદિરમાં ચઢાવ્યુ દીકરીના લગ્નનું કાર્ડ
ઉલ્લેખનીય છે કે મંગળવારે મુકેશ અંબાણીએ આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં પોતાની દીકરી ઈશાના લગ્નનું કાર્ડ ભગવાન વેંકટેશના ચરણોમાં ચઢાવ્યુ. આ પહેલા અંબાણી પરિવારે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં પહેલુ કાર્ડ ચઢાવ્યુ હતુ.

23 સપ્ટેમ્બરે ઈટલીના લેક કોમોમાં થઈ હતી સગાઈ
તમને જણાવી દઈએ કે ઈશા અંબાણીની સગાઈ 2 સપ્ટેમ્બરે ઈટલીના લેકે કોમોમાં થઈ હતી. આ ભવ્ય સગાઈનું ફંક્શન 3 દિવસ સુધી ચાલ્યુ હતુ. જેમાં બોલિવુડ, હોલિવુડ, બિઝનેસ અને રાજકારણ જગતની મોટી મોટી હસ્તીઓ શામેલ થઈ હતી.

અજય પીરામલ અને સ્વાતિ પીરામલ
આનંદ પીરામલ ખૂબ જ અમીર અને શક્તિશાળી પરિવારમાંથી આવે છે. તે કોર્પોરેટ જગતના દિગ્ગજ અજય પીરામલ અને સ્વાતિ પીરામલના પુત્ર છે. આનંદ પીરામલ પોતાના પિતા અજય પીરામલની કંપનીમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરના પદ પર છે.

સૌથી નાની અબજપતિ
ઈશા અંબાણીની ઓળક માત્ર એટલી નથી કે તે મુકેશ અંબાણમીની દીકરી છે પરંતુ ઈશાનું પોતાનું પણ એક અસ્તિત્વ છે. જેના કારણે તેમને ફોર્બ્ઝની સૌથી નાની અબજપતિ બિઝનેસ વુમલની લિસ્ટમાં બીજા નંબરે શામેલ કરી લેવામા હતી એટલુ જ નહિ ઈશાને ફોર્બ્ઝે 2018માં દુનિયાની યંગેસ્ટ ઉત્તરાધિકારીઓની લિસ્ટમાં નંબર બેની જગ્યા આપી હતી.
View this post on InstagramA post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
