ઈશા અંબાણી અને આનંદ પીરામલની રૉયલ સગાઈ, પહેલો વીડિયો આવ્યો સામે
ઈશા અંબાણી અને આનંદ પીરામલની રૉયલ સગાઈનો પહેલો વીડિયો આવ્યો સામે, જુઓ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલની 21 સપ્ટેમ્બર ઈટલીમાં સગાઈ થઈ. જાહોજલાલી સાથે યોજવામાં આવેલ આ સગાઈના કાર્યક્રમનો વીડિયો સામે આવ્યો છે. ધામધૂમથી બંને પરિવાર ઉજવણીમાં ડૂબ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યા મુજબ એન્ગેજમેન્ટ પાર્ટી શાહી અંદાજમાં આપવામાં આવી છે. જાણાવી દઈએ કે હજુ સુધી સગાઈના ઑફિશિયલ ફોટો સામે આવ્યા નથી. વાયરલ થઈ રહેલ તસવીરો અને વીડિયોમાં ઈશા અંબાણી અને આનંદ પીરામલ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.

ઈશા અને આનંદની સગાઈ
વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ઈશા અને આનંદ તળાવના કાંઠે ઉભ્યા છે અને એમના પર ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે. સામે નદીમાં કલરફુલ વૉટર ફાઉન્ટેન ચાલી રહ્યા છે. આનંદે ગ્રીન કલરની શેરવાની પહેરી છે તો ઈશા ક્રીમ કલરના ગાઉનમાં જોવા મળી રહી છે. વીડિયોમાં ત્યાં હાજર મહેમાનોની પણ એક ઝલક જોવા મળી રહી છે. સાથે ઈશાના મા નીતા અંબાણી પણ સ્ટેજ પર જોવા મળી રહ્યાં છે. નીતા અંબાણીએ પિંક કલરનો ડ્રેસ પહેર્યો છે અને તેઓ બહુ સુંદર લાગી રહ્યાં છે.
|
આ વર્ષે જ આનંદે કર્યું હતું પ્રપોઝ
આ વર્ષે જ આનંદ પીરામલે મહારાષ્ટ્રના મહાબળેશ્વર મંદિરમાં ઈશા અંબાણીને પ્રપોઝ કર્યો હતો, અને પ્રપોઝલના સેલિબ્રેશન માટે મે મહિનામાં અંબાણી અને પીરામલ પરિવારે નાની એવી પાર્ટી આપી હતી. આ વર્ષે જ જૂન મહિનામાં ઈસાનો જોડિયો ભાઈ આકાશ અંબાણીએ શ્લોકા મેહતા સાથે સગાઈ કરી લીધી હતી, જેમની સગાઈમાં પોલિટિકલથી માંડીને ફિલ્મી હસતીઓએ હાજરી આપી હતી.

ક્યાં થઈ સગાઈ
ઈટલીના લેક કોમો ખાતે મુકેશ અંબાણી અને નિતા અંબાણી પોતાની દીકરી ઈશા અંબાણી અને આનંદ પરિમલની સગાઈની ત્રણ દિવસની પાર્ટી આપી રહ્યા છે. લેક કોમો હોલીવુડ સેલેબ્સનું પણ આ સૌથી ફેવરિટ સ્થળ માનવામાં આવે છે. વેલકમ લંચ, ડિન, ડાન્સ સહિતના કેટલાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
