ઈશા-આનંદ પીરામલે આપ્યુ ભવ્ય રિસેપ્શન, દરેક ક્ષેત્રના દિગ્ગજો પહોંચ્યા
શુક્રવારે મુંબઈમાં ઈશા અંબાણી અને આનંદ પીરામલે પોતાનું પહેલુ રિસેપ્શન હોસ્ટ કર્યુ.
12 ડિસેમ્બરે ભવ્ય લગ્ન બાદ શુક્રવારે મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશાનું રિસેપ્શન રાખવામાં આવ્યુ. શુક્રવારે મુંબઈમાં ઈશા અંબાણી અને આનંદ પીરામલે પોતાનું પહેલુ રિસેપ્શન હોસ્ટ કર્યુ. જેમાં બોલિવુડ, રાજકારણ અને ખેલ જગતની લગભગ બધી હસ્તીઓ પહોંચી હતી. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીથી લઈને પુડુચેરીના રાજ્યપાલ કિરણ બેદી સુધી રિસેપ્શનમાં જોવા મળ્યા રિસેપ્શન બાંદ્રા કુર્લા કોમનપ્સેક્લના જિયો ગાર્ડનામાં રાખવામાં આવ્યુ હતુ.

ઈશા અને આનંદના રિસેપ્શનમાં પહોંચ્યા દિગ્ગજ
ઈશા અંબાણી અને આનંદ પીરામલના રિસેપ્શનમાં ઘણી નામી હસ્તીઓ જોવા મળી. બંનેએ પોતાના પરિવાર સાથે રિસેપ્શનમાં એન્ટ્રી લીધી. ઈશાના માતાપિતા મુકેશ અને નીતા અંબાણી અને આનંદના માતાપિતા અજય અને સ્વાતી પીરામલ રિસેપ્શનમાં સૌથી પહેલા જોવા મળ્યા. આ પ્રસંગે ઈશાએ ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો હતો. જેને જાણીતા ઈટાલિયન ફેશન હાઉસ વેલેંટીનોએ ડિઝાઈન કર્યો હતો. વળી, આનંદ રાઘવેન્દ્ર રાઠોડનો ડિઝાઈન કરેલો બંધગળા પહેરેલા જોવા મળ્યા.

બોલિવુડ, રાજકારણ અને ખેલ જગતે લગાવી અટેન્ડન્સ
ઈશા અને આનંદને લગ્નની શુભકામનાઓ પાઠવવા માટે મોટા મોટા દિગ્ગજો પહોંચ્યા. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, તમિલનાડુના ઉપમુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમ, પુડુચેરીના રાજ્યપાલ કિરણ બેદી, કોંગ્રેસ નેતા સંજય નિરુપમ, કપિલ સિબ્બલ, ફારુખ અબ્દુલ્લા, ભાજપ સાંસદ હેમા માલિની, સપા સાંસદ જયા બચ્ચન, એક્ટ્રેસ દીયા મિર્ઝા, ઈશા દેઓલ, એક્ટર કાર્તિક આર્યન, નીલ નીતિન મુકેશ, સની દેઓલ, જિતેન્દ્ર, સિંગર અદનાન સામી અને પૂર્વ ક્રિકેટર ઝહીર ખાન પોતાની પત્ની સાથે સાગરિકા ઘટગે સાથે રિસેપ્શનમાં જોવા મળ્યા. જણાવવામાં આવે છે કે રિસેપ્શનમાં એ આર રહેમાનો પર્ફોર્મ કર્યુ હતુ.

એંટીલિયામાં લગ્ન અને ઉદયપુરમાં થઈ હતી મહેંદી-સંગીત
ઈશા અંબાણી અને આનંદ પીરામલે 12 ડિસેમ્બરે અંબાણી હાઉસ એંટીલિયામાં સાત ફેરા લીધા હતા. આ લગ્નમાં અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિંટન સાથે આખુ બોલિવુડ જોવા મળ્યુ હતુ. અમિતાભ બચ્ચનથી લઈને શાહરુખ ખાન અને પ્રિયંકાથી લઈને દીપિકા પાદુકોણ લગ્નમાં પહોંચ્યા હતા. સાથે પૂર્વ ક્રિકેટર સચિન તેડુંલકર, ઝહીર ખાન અને હરભજન સિંહ પણ લગ્નમાં જોવા મળ્યા હતા. ઈશા અને આનંદની મહેંદી અને સંગીતનો કાર્યક્રમ 8-9 ડિસેમ્બરે રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયે હતો જ્યાં જાણીતી સિંગર બિયોન્સે પર્ફોર્મન્સ આપ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
