Video: ઈશાના સંગીત સમારંભમાં શાહરુખના ગીતો પર નાચ્યો અંબાણી પરિવાર
8 ડિસેમ્બરની સાંજે ઈશાની સંગીત સેરેમની યોજાઈ જેમાં બોલિવુડના હિટ ગીતો પર અંબાણી પરિવાર ખૂબ નાચ્યો.
દેશના જ નહિ પરંતુ એશિયાના સૌથી મોટા અમીરોમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એકમાત્ર દીકરી ઈશાના લગ્ન 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે થવા જઈ રહ્યા છે. આ લગ્ન પહેલા લગ્નના બધી રસમો ઉદેપુરમાં થઈ રહ્યા છે. 8 ડિસેમ્બરની સાંજે ઈશાની સંગીત સેરેમની યોજાઈ જેમાં બોલિવુડના હિટ ગીતો પર અંબાણી પરિવાર ખૂબ નાચ્યો. આ સંગીત સમારંભના ઘણી વીડિયો અને ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
|
ઈશા-આનંદ પણ ખૂબ નાચ્યા
ઈશા-આનંદ અને નીતા-મુકેશ અંબાણી ડાંસ પર્ફોર્મન્સ આપતા જોવા મળી રહ્યા છે. અંબાણી પરિવારે આ ખાસ પ્રસંગે શાહરુખના ગીતો પર ડાંસ કર્યો. ઈશાએ આનંદ સાથે ‘મિતવા' ગીત પર ડાંસ કર્યો તો નીતા અંબાણીએ મુકેશ અંબાણી સાથે શાહરુખ ખાનની ફિલ્મ ‘જબ તક હે જાન'ના ટાઈટલ ટ્રક પર ડાંસ કર્યો.
|
અજય પીરામલ અને સ્વાતિ પીરામલ
તમને જણાવી દઈએ કે આનંદ પીરામલ ખૂબ અમીર અને શક્તિશાળી પરિવારમાંથી આવે છે. તે કોર્પોરેટ જગતના દિગ્ગજ અજય પીરામલ અને સ્વાતિ પીરામલના પુત્ર છે. આનંદ પીરામલ પોતાના પિતા અજય પીરામલની કંપનીમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરના પદ પર છે.
|
થયુ હતુ ભવ્ય સગાઈનું ફંક્શન
ઉલ્લેખનીય છે કે ઈશા અંબાણીની સગાઈ 23 સપ્ટેમ્બરે ઈટલીના લેક કોમોમાં થઈ હતી. આ ભવ્ય સગાઈનું ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યુ હતુ. જેમાં બોલિવુડ, હોલિવુડ, બિઝનેસ જગત અને પોલિટિકલ ઈન્ડસ્ટ્રીની મોટી મોટી હસ્તીઓ શામેલ થઈ હતી.

સૌથી નાની અબજપતિ
તમને જણાવી દઈએ કે ઈશા અંબાણીની ઓળખ માત્ર એ નથી કે તે મુકેશ અંબાણીની પુત્રી છે પરંતુ ઈશાનું પોતાનું પણ એક અસ્તિત્વ છે. જેના કારણે તેને ફોર્બ્ઝની સૌથી નાની અબજપતિ બિઝનેસ વુમનની યાદીમાં બીજા નંબરે શામેલ કરવામાં આવી હતી. આટલુ જ નહિ ઈશાને ફોર્બ્ઝે 2018માં દુનિયાની યંગેસ્ટ ઉત્તરાધિકારીની યાદીમાં બીજા નંબરની જગ્યા આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
