જાહોજલાલી સાથે આનંદ અને ઈશા અંબાણીની સગાઈ થશે, જાણો ડ્રેસ કોડ અને સ્થળ
આનંદ પીરામલ સાથે ઈશા અંબાણીની સગાઈ, જાણો ડ્રેસ કોડ અને સ્થળ
આકાશ અંબાણી બાદ ઈશા અંબાણીની પણ સગાઈ થવા જઈ રહી છે. શુક્રવારે ઈશા અંબાણી પોતાના બૉયફ્રેન્ડ આનંદ પીરામલ જોડે ઈટલીમાં સગાઈ કરી લેશે. 21મી સપ્ટેમ્બરે ઈટલીના લેક કોમો ખાતે સગાઈને વિધિ યોજવામાં આવશે જે 23 સપ્ટેમ્બર રવિવાર સુધી ચાલશે. આ સગાઈને યાદગાર બનાવવા માટે અનિલ અંબાણી કોઈ કસર બાકી નહિ રાખે.

આ વર્ષે જ આનંદે કર્યું હતું પ્રપોઝ
આ વર્ષે જ આનંદ પીરામલે મહારાષ્ટ્રના મહાબળેશ્વર મંદિરમાં ઈશા અંબાણીને પ્રપોઝ કર્યો હતો, અને પ્રપોઝલના સેલિબ્રેશન માટે મે મહિનામાં અંબાણી અને પીરામલ પરિવારે નાની એવી પાર્ટી આપી હતી. આ વર્ષે જ જૂન મહિનામાં ઈસાનો જોડિયો ભાઈ આકાશ અંબાણીએ શ્લોકા મેહતા સાથે સગાઈ કરી લીધી હતી, જેમની સગાઈમાં પોલિટિકલથી માંડીને ફિલ્મી હસતીઓએ હાજરી આપી હતી.

જાણો સગાઈ વિશેની તમામ માહિતી
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ઈશા પહેલા આકાશ લગ્નના બંધનમાં બંધાઈ જશે પણ ઈશા પણ હવે સગાઈ કરવા જઈ રહી છે. તો અહીં જાણો, ઈશા અંબાણી અને આનંદ પીરામલ ક્યાં અને ક્યારે સગાઈ કરશે તથા તેમના આ પહેલા પ્રિ-વેડિંગ ફેસ્ટિવલમાં સ્પેશિયલ શું હશે?

ક્યારે કરશે સગાઈ
ઈશા અંબાણી અને આનંદ પીરામલ ઈટલીના લેક કોમો ખાતે એકબીજને અંગૂઠી પહેરાવશે. સગાઈ સેરેમની ત્રણ દિવસ સુધી ચાલશે. 21 સપ્ટેમ્બર શુક્રવારે સગાઈની સેરેમની ચાલુ થશે જે 23 સપ્ટેમ્બર રવિવારે ફેરવેલ લંચ બાદ સમાપ્ત થશે.

ક્યાં થશે સગાઈ
ઈટલીના લેક કોમો ખાતે મુકેશ અંબાણી અને નિતા અંબાણી પોતાની દીકરી ઈશા અંબાણી અને આનંદ પરિમલની સગાઈની ત્રણ દિવસની પાર્ટી આપી રહ્યા છે. લેક કોમો હોલીવુડ સેલેબ્સ સાથેનું સૌથી ફેવરિટ સ્થળ માનવામાં આવે છે. વેલકમ લંચ, ડિન, ડાન્સ સહિતના કેટલાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ પ્રમાણે કાર્યક્રમ
21મી સપ્ટેમ્બરે અંબાણી પરિવાર મહેમાનોને વેલકમ લંચ પાર્ટી આપશે. સાંજે પાંચ વાગ્યે લેક કોમોના વિલા બાલબિયાનો ખાતે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 22મી સપ્ટેમ્બરે ઈટાલિયન વિધિ મુજબ વિલા ગેસ્ટલ ખાતે સેલિબ્રેશનનો પ્રારંભ કરાશે. શનિવારે સાંજે મહેમાનો માટે વિલા ઓલ્મો ખાતે ડિનર અને ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 23મી સપ્ટેમ્બર રવિવારે Duomo di Como અને Teatro Sociale ખાતે મહેમાનો માટે લંચ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

ડ્રેસ કોડ
21મી તારીખે વેલકમ લંચ માટે કેઝ્યુઅલ છટાદાર પહેરવેશ અને ડિનર સેલિબ્રેશન માટે બ્લેક-ટાઈ અને ઈન્ડિયન ફોર્મલ ડ્રેસ કોડ છે. 22મી સપ્ટેમ્બરે 'કોમો ચિક' અને ડિનર માટે કોકટેલ પોશાક તથા 23મી તારીખે ફેરવેલ લંચ માટે સ્માર્ટ કેઝ્યુઅલ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.

અંબાણી અને પીરામલ પરિવારનો છે જૂનો નાતો
ઈશા અંબાણી અને આનંદ પીરામલ ફેમિલી ફ્રેન્ડ છે. પરિમલ ગ્રુપના અજય પીરામલનો દીકરો છે આનંદ. કેટલાક દશકાથી આનંદ અને અંબાણી પરિવાર ફેમિલી ફ્રેન્ડ છે. 90ના દશકામાં મુકેશ, નિતા અંબાણી અને અજય તથા સ્વાતી પરિમલ એકસાથે એન્ટાર્કટિકાની ટ્રીપ પર ગયાં હતાં. ડિસેમ્બરમાં ઈશા અને આનંદ લગ્ન ગાંઠમાં બંધાઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
