બચ્ચન પરિવારના આ હેન્ડસમને ડેટ કરી રહી સુહાના ખાન? બન્નેના પરિવારો પણ ખૂશ
બોલિવૂડમાં આ દિવસોમાં શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન સતત ચર્ચામાં રહે છે. સુહાના ખાન તેના આઉટફિટથી લઈને પાર્ટી સુધી છવાયેલી રહે છે. હવે ફરી એક વખત સુહાના ખાન ચર્ચામાં આવી છે. હવે સામે આવી રહેલા સમાચારો સુહાનાના ચાહકોને ઝટ
બોલિવૂડમાં આ દિવસોમાં શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન સતત ચર્ચામાં રહે છે. સુહાના ખાન તેના આઉટફિટથી લઈને પાર્ટી સુધી છવાયેલી રહે છે. હવે ફરી એક વખત સુહાના ખાન ચર્ચામાં આવી છે. હવે સામે આવી રહેલા સમાચારો સુહાનાના ચાહકોને ઝટકો આપનારા છે. અહેવાલો અનુસાર સુહાનાએ તેના પરફેક્ટ મેનને શોધી લીધો છે અને અમિતાભ બચ્ચનના ભાણેજને ડેટ કરી રહી છે.

સુહાના ખાન આ વ્યક્તિને ડેટ કરી રહી છે
હાલ સોશિયલ મીડિયા પર સુહાના ખાન અને અગસ્ત્ય નંદાને લઈને ચર્ચાઓ ગરમ છે. ચર્ચા ચાલી રહી છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને આજકાલ સાથે સમય વિતાવી રહ્યા છે. હાલમાં જ કપૂર પરિવારની એક પાર્ટીમાં બચ્ચન પરિવાર પહોંચ્યો હતો. અહીં સુહાના અને અગસ્ત્ય સાથે જોવા મળ્યા હતા.

અગસ્ત્ય નંદા અને સુહાના સાથે જોવા મળ્યા
મીડિયા રિપોર્ટને સાચા માનીએ તો અહીં અગસ્ત્યએ સુહાના ખાનનો તેના પરિવાર સાથે પરિચય કરાવ્યો હતો અને તેને પોતાની પાર્ટનર ગણાવી હતી. અહીંથી હવે સમાચારો વહેતા થયા છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે બન્ને ઘણી જગ્યાઓએ એક સાથે જોવા મળે છે.

પરિવાર સુધી વાત પહોંચી ગઈ છે
સુહાના ખાન અને અગસ્ત્ય નંદા આવનારી ફિલ્મ ધ આર્ચીસથી ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. સુહાના અને અગસ્ત્યની મુલાકાતો અહીંથી જ શરૂ થઈ અને હવે બન્ને પ્રેમમાં પડ્યા હોવાના અહેવાલ છે. સુત્રો અનુસાર આજકાલ બન્ને ઘણો સમય સાથે વિતાવી રહ્યા છે પબ્લિકમાં સાથે આવવાનું ટાળી રહ્યા છે.

પરિવાર પણ ખુશ છે
અગસ્ત્ય નંદા અમિતાભ બચ્ચનની દિકરી શ્વેતા બચ્ચનનો પુત્ર છે. અહેવાલો અનુસાર બચ્ચન પરિવાર પણ આ સંબંધ વિશે જાણે છે. બીજી તરફ શ્વેતા બચ્ચને પણ આ સંબંધ માટે પોતાની સંમતિ આપી દીધી છે અને તે આ સંબંધથી ઘણી ખુશ છે. જો કે હજુ સુધી સુહાના ખાન અને અગસ્ત્ય તરફથી આ સંબંધને લઈને કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

આર્યન ખાન પણ તેની લવ સ્ટોરીને લઈને ચર્ચામાં છે
અહીં તમને એ પણ જણાવી દઈએ કે સુહાના ખાનનો ભાઈ આર્યન ખાન પણ આ દિવસોમાં ચર્ચામાં છે અને અહેવાલો છે કે તે આ દિવસોમાં નોરા ફતેહીને ડેટ કરી રહ્યો છે. હાલમાં જ બંને દુબઈમાં સાથે જોવા મળ્યા હતા. અહીં આર્યન ખાને ન્યૂ યર પાર્ટીનું આયોજન કર્યું હતું. બંનેની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સ્થિતિમાં યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે આર્યન ખાન અને નોરા ફતેહી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે આ બાબતના કઈ પુરાવા મળ્યા નથી.












Click it and Unblock the Notifications
