માત્ર 7560 રૂપિયામાં 8 દિવસ સુધી કરી શકશો ભારતની યાત્રા
IRCTCએ ભારત દર્શન અંતર્ગત માત્ર 7560 રૂપિયામાં 7 રાત અને 8 દિવસનું ટૂર પેકેજ રજૂ કર્યું છે.
IRCTCએ ભારત દર્શન અંતર્ગત માત્ર 7560 રૂપિયામાં 7 રાત અને 8 દિવસનું ટૂર પેકેજ રજૂ કર્યું છે. આઇઆરસીટીસીની ઑફિશિયલ વેબસાઇટ irctctourism.com મુજબ દેશના તમામ મહત્વપૂર્ણ પર્યટન સ્થળોને કવર કરનાર સૌથી સસ્તી પેકેજમાંનું આ એક છે. ભારત દર્શનની વિશેષ યાત્રા પેકેજનું બુકિંગ આઇઆરસીટીસી પર્યટન વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ છે.

આઇઆરસીટીસી પર્યટનનો ઉલ્લેખ કરતાં પર્યટન સુવિધા કેન્દ્ર, ઝોનલ કાર્યાલય અને ક્ષેત્રીય કાર્યાલયોના માધ્યમથી બુકિંગ કરવામાં આવી શકે છે. આ યાત્રા 9 મે 2018ના રોજ શરૂ થશે અને 16 મે 2018ના રોજ સમાપ્ત થઇ જશે.
ભારત દર્શન ટૂર પેકેજ વિશે અહીં તમને વિસ્તૃત માહિતી આપવામા આવી છે.
1- પેકેજનું નામ ભારત દર્શન છે જેનો બુકિંગ કોડ (WZBD227) છે.
2- આ પેકેજ અંતર્ગત તમે મથુરા, આગરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર અને વેષ્ણોદેવીની યાત્રા કરી શકો છો.
3- આ પેકેજના બોર્ડિંગ સ્ટેશન રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, આનંદ, વડોદરા, ગોધરા અને રતલામ શહેરમાં છે.
4- પેકેજના ડી-બોર્ડિંગ પોઇન્ટ્સમાં રતલામ, ગોધરા, વડોદરા, આણંદ, સાબરમતી, વિરમગામ, સુરેન્દ્રનગર અને રાજકોટ સામેલ છે.
5- ભારત દર્શન ટૂર પેકેજની આ યાત્રા તમે ટ્રેનથી સ્લીપર ક્લાસમાં કરી શકો છો.
6- પેકેજમાં નાસ્તો, બોપરનું ભોજન અને રાતનું ભોજન સામેલ છે.
7-ટ્રેન રાજકોટથી સવારે 6 વાગ્યે નીકળશે.
8- આ પેકેજમાં રાત્રે રહેવા, સવાર માટે તાજો નાસ્તો, શુદ્ધ શાકાહારી ભોજન, દર્શનીય સ્થળો માટે પર્યટક બસ, ઘોષણાઓ અને સૂચનાઓ માટે ટૂર એસ્કૉર્ટ્સ, દરેક કોચ માટે સુરક્ષા વ્યવસ્થા અને ટ્રેન પર એક આઇઆરસીટીસી અધિકારી ટ્રેન અધિક્ષકના રૂપે હાજર રહેશે.
9- સ્મારકો પરના પ્રવેશ ખર્ચ અને ગાઇડનો ખર્ચ પેકેજમાં સામેલ નથી, આઇઆરસીટીસીની વેબસાઇટ પર આનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.
10- ટૂર પ્રોગ્રામ કોઇપણ બદલાવ કરવા માટે હક ધરાવે છે, એટલે કે કોઇપણ આકસ્મિક પરિસ્થિતિમાં ટૂરમાં ફેરફાર કે ટ્રેન રદ થવા જેવી ચીજ થઇ શકે છે, આવી પરિસ્થિતિમાં આઇઆરસીટીસી જાણકારી આપશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
