IPL કેસ: શ્રીનિવાસનને ક્લિન ચિટ, મયપ્પન મુસીબતમાં
નવી દિલ્હી, 17 નવેમ્બર: IPL ફિક્સિંગ કેસની તપાસ કરી રહેલી મુદગલ તપાસ કમિટીએ પોતાના રિપોર્ટમાં બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ એન.શ્રીનિવાસને ક્લિન ચીટ આપી દિધી છે. જ્યારે શ્રીનિવાસનના જમાઇ ગુરૂનાથ મયપ્પન અને રાજસ્થાન રોયલ્સના સહ-માલિક રાજ કુંદ્રાને સટ્ટેબાજીમાં સંલિપ્ત જોવા મળી આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મયપ્પન સ્પૉટ ફિક્સિંગમાં સામેલ નથી જ્યારે તે સટ્ટેબાજીમાં સામેલ હતા. મુદગલ તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. રિપોર્ટ અનુસાર સુંદર રમણ પણ સટ્ટેબાજોના સંપર્કમાં હતા.
સુપ્રીમ કોર્ટમાં દાખલ મુદગલ સમિતિના તપાસ રિપોર્ટમાં ગુરૂનાથ મયપ્પન, રાજ કુંદ્રા, સ્ટુઅર્ટ બિન્ની, સુંદર રમણ અને એન શ્રીનિવાસનના નામ સામે આવ્યા છે. તેમની ભૂમિકાને લઇને કોર્ટમાં ચરચા થઇ નથી પરંતુ પૂર્વ જસ્ટિસ મુકુલ મુદગલ કમિટિના રિપોર્ટમાં પહેલાં સીલબંધ કવર ખોલ્યા બાદ તેમના નામ સામે આવ્યા છે. આ કેસની સુનાવણી 24 નવેમ્બરના રોજ થવાની છે.

સુંદર રમણ આઇપીએલના પૂર્વ સીઇઓ છે, જ્યારે રાજ કુંદ્રા રાજસ્થાન રોયલ્સના માલિકોમાંથી એક છે, શ્રીનિવાસન બીસીસીઆઇના પૂર્વ પ્રમુખ અને ગુરૂનાથ મયપ્પન તેમના જમાઇ છે. જો કે પાંચ મોટા નામો ઉપરાંત અન્ય ખેલાડીઓના નામ ફિક્સિંગ સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે અત્યારે બધા નામોને સાર્વજનિક કરવામાં આવ્યા છે.
કેસની તપાસ કરી રહેલી પૂર્વ ન્યાયાધીશ મુકુલ મુગદલની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની સમિતિએ ગત ત્રણ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં અંતિમ રિપોર્ટ રજૂ કર્યો હતો.
આ દરમિયાન બીસીસીઆઇની ચૂંટણી મુલત્વી થઇ ગઇ છે. બીસીસીઆઇ 20 નવેમ્બરના રોજ થનાર એજીએમ ચાર અઠવાડિયા માટે સ્થગિત કરી દિધી છે. આ એજીએમમાં નવા બીસીસીઆઇ પ્રમુખની ચૂંટણી થવાની હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
