IPL 2020: હરાજીમાં કરોડોની બોલી લાગતા નાચવા લાગ્યો આ ખેલાડી, વીડિયો વાયરલ થયો

શિમરોન હેટમાયરને 7.5 કરોડમાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો. આટલી મોટી બોલી લાગ્યા પછી તેનો સેલિબ્રેટ કરતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ખુશીથી ડાન્સ કરતો જોવા મળે છે.

કોલકાતામાં આઈપીએલ સીઝન-13 માટે ખેલાડીઓની હરાજી યોજાઈ હતી. જેમાં કેટલાક નવા ખેલાડીઓ સાથે સાથે વિદેશી ચહેરાઓનો દબદબો રહ્યો. વેસ્ટ ઈન્ડીઝ ટીમના વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમાયરને 7.5 કરોડમાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો. આટલી મોટી બોલી લાગ્યા પછી તેનો સેલિબ્રેટ કરતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ખુશીથી ડાન્સ કરતો જોવા મળે છે.

ખુશીથી ડાન્સ કરવા લાગ્યો

ખુશીથી ડાન્સ કરવા લાગ્યો

દિલ્હી ટીમની ફ્રેન્ચાઇઝીએ હેટમાયરને એક મેસેજ કર્યો અને કહ્યું હતું કે 'હાય શિમરોન, દિલ્હી કેપિટલ્સ ટીમમાં સ્વાગત છે. શું તમે આપણા ચાહકો માટે એક સંદેશ મોકલી શકો છો?" ફ્રેન્ચાઇઝીની આ અપીલ બાદ શિમરોને એક મિનિટમાં જ પોતાનો સંદેશ મોકલ્યો. તેને ડાન્સ કરીને પોતાનો ખુશી જાહેર કરી. જેને ફ્રેન્ચાઇઝીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. વીડિયોમાં હેટમાયર એક પંજાબી ગીત પર ડાન્સ કરી રહ્યો છે.

ગઈ સિઝનમાં પણ મોટી બોલી લાગી હતી

ગઈ સિઝનમાં પણ મોટી બોલી લાગી હતી

હેયમાયર આઈપીએલમાં પોતાની ધાક જમાવવામાં સફળ રહ્યો છે. હેટમાયર ગઈ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગુલુરુ તરફથી રમ્યો હતો. આ તેની આ પ્રથમ સિઝન હતી, જેમાં તેને 4.2 કરોડમાં ખરીદ્યો હતો. તે 5 મેચમાં માત્ર 90 રન જ કરી શક્યો હતો. જેના કારણે આરસીબીએ તેને છૂટો કરી દીધો હતો. પરંતુ ભારતમાં તેની બેટીંગ જોતા દિલ્હી કેપિટિલે તેને આઈપીએલ 2020 માટે મોટી રકમમાં ખરીદ્યો છે.

બેઝ પ્રાઈઝ 50 લાખ હતી

બેઝ પ્રાઈઝ 50 લાખ હતી

હેટમાયરે પોતાની બેઝ પ્રાઈઝ 50 લાખ રાખી હતી. શરૂઆતમાં કોલકાતા નાઈટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સએ તેને ખરીદવામાં રસ દાખવ્યો હતો પરંતુ અંતે દિલ્હી ફ્રેન્ચાઇઝએ બાજી મારી. દિલ્હીએ વિન્ડિઝના આ વિસ્ફોટક ખેલાડીનો સમાવેશ કરીને તેના મિડલ ઓર્ડરને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ વિસ્ફોટક બેટ્સમેન દિલ્હી કેપિટલ્સનો ત્રીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. રૂષભ પંતની કિંમત 8 કરોડ છે, જ્યારે રવિચંદ્રન અશ્વિનને ટ્રેન્ડિંગ વિંડો હેઠળ દિલ્હી દ્વારા 7.6 કરોડમાં ખરીદવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X