IPL 2024 : સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં હસરંગાની જગ્યાએ આ ખેલાડીની એન્ટ્રી
સનરાઈઝર્સ હૈદરાબાદને વનિંદુ હસરંગા ટીમમાંથી બહાર થતા મોટો ઝટકો લાગ્યો છે. હવે ટીમે વનિંદુ હસરંગાની જગ્યાએ નવા ખેલાડીની ટીમમાં એન્ટ્રી થઈ છે.
વાનિન્દુ હસરંગા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ નવા ખેલાડીની શોધમાં હતું. હસરંગાની ગેરહાજરીને કારણે હૈદરાબાદની બોલિંગ થોડી નબળી પડી હતી. સ્પિન વિભાગમાં ટીમને ઝટકો લાગ્યો હતો. હવે હૈદરાબાદની ટીમમાં એક નવા ખેલાડીનો સમાવેશ કરાયો છે.

ઈજાગ્રસ્ત હસરંગાના સ્થાને નવા ખેલાડીની શોધ પૂર્ણ થઈ ગઈ છે. હૈદરાબાદે શ્રીલંકાનો બીજો ખેલાડી ટીમમાં સામેલ કર્યો છે. આ યુવા લેગ સ્પિનર છે. હસરંગા ડાબા પગમાં ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર થઈ ગયો હતો.
શ્રીલંકાના યુવા ખેલાડી વિજયકાંત વ્યાસકાન્તનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે લેગ સ્પિન બોલિંગ કરે છે અને ઉંમરમાં ઘણો નાનો છે. વિજયકાંત માત્ર 22 વર્ષનો છે. તે શ્રીલંકાની ટીમ માટે એક T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે.
હૈદરાબાદે વિજયકાંતને 50 લાખ રૂપિયાની મૂળ કિંમત સાથે ટીમમાં સામેલ કર્યો છે. તેણે ગયા વર્ષે હાંગઝોઉમાં રમાયેલી એશિયન ગેમ્સમાં શ્રીલંકા માટે મેચ રમી હતી.
આ સિવાય તે UAE T20 ટૂર્નામેન્ટમાં MI અમીરાતમાં હતો. તે દરમિયાન તેણે 4 મેચમાં 8 વિકેટ ઝડપી હતી. તે શ્રીલંકા અને બાંગ્લાદેશની ટી20 લીગમાં પણ રમી ચૂક્યો છે.
હસરંગા આઈપીએલમાં બે સિઝન માટે આરસીબી માટે રમ્યો હતો. આ પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. તેણે છેલ્લે માર્ચમાં બાંગ્લાદેશ સામે સફેદ બોલ ક્રિકેટ રમી હતી. આ પછી તેની ઈજા પ્રકાશમાં આવી અને તેના પર આઈપીએલમાંથી બહાર થવાનો ખતરો હતો. અંતે તે બહાર થયો હતો છે.












Click it and Unblock the Notifications
