ઈંદોરમાં 2 માળની ઈમારતમાં લાગી આગ, 7 લોકો જીવતા ભૂંજાયા, 9ને બચાવાયા
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈંદોરમાં એક દુઃખદ દૂર્ઘટના બની ગઈ છે. અહીં મોડી રાતે બે માળની ઈમારતમાં આગ લાગી ગઈ છે.
ઈંદોરઃ દેશના સૌથી સ્વચ્છ શહેર ઈંદોરમાં એક દુઃખદ દૂર્ઘટના બની ગઈ છે. અહીં મોડી રાતે બે માળની ઈમારતમાં આગ લાગી ગઈ છે. જેમાં 7 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં 6 પુરુષ અને એક મહિલા શામેલ છે. દૂર્ઘટના સમયે બધા સૂતા હતા. આગે ઝડપથી વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ. ઉંઘ ખુલે અને લોકો કંઈ સમજે એ પહેલા જ અમુક લોકો દાઝી ગયા અને અમુકનો શ્વાસ રુંધાઈ ગયો.

2 માળની ઈમારતમાં લાગી આગ
સૂચના મળતા જ મોટા અધિકારીઓ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા. ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો. પોલિસે મૃતકોના શબને હોસ્પિટલ મોકલી દીધા છે. આગનુ કારણ શૉર્ટ સર્કિટ જણાવાઈ રહ્યુ છે. માહિતી મુજબ ખજરાના રિંગ રોડ પર સ્વર્ણ કોલોનીમાં 2 માળની ઈમારતમાં આગ લાગી ગઈ. અહીં 13 ટુ વ્હીલર અને એક ફોર વ્હીલર ગાડી સળગી ગઈ છે. બિલ્ડિંગ ઈસાદ પટેલની છે. અહીં 10 ફ્લેટ હતા.

9 લોકોને બચાવી લેવાયા
માહિતી મુજબ અહીં રાતે લગભગ 9 લોકોને બચાવી લેવાયા છે. જે લોકોા આગમાં સળગી જવાથી મોત થયા છે તે આ બિલ્ડિંગમાં ભાડે રહેતા હતા. આમાંથી અમુક લોકો ભણવા આવ્યા હતા. અમુક લોકો નોકરી કરતા હતા. મૃતકોમાં ઈશ્વરસિંહ સિસોદિયા(45), નીતુ સિસોદિયા(45), આશીષ(30), ગૌરવ(38), આકાંક્ષા(25) શામેલ છે. મૃતકોમાં 40 અને 45 વર્ષના બે લોકોની ઓળખ થઈ શકી નથી. મૃતકોમાં એક દંપત્તિ પણ શામેલ છે.

શૉર્ટ સર્કિટના કારણે લાગી આગ
ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર મોડી રાતે લગભગ 3 વાગે સૂચના મળી ત્યારબાદ તરત જ ટીમ રવાના થઈ ગઈ. ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો પરંતુ અમુક લોકોના મોત થઈ ચૂક્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે બિલ્ડિંગના પાર્કિંગમાં લાગેલા મીટરમાં શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગ વાહનોમાં લાગી જેનાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
