દેશના 5 મહત્વના એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ દેશભરમાં સુરક્ષાની સ્થિતિ તંગ છે ત્યારે ઇન્ડિગો એરલાઇન્સને બુધવારે બપોરે 3:30 વાગ્યે એક ઇમેઇલ મળ્યો હતો. આ ઇમેઇલમાં પાંચ મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેના પગલે તત્કાળ તપાસ શરૂ કરવામાં આવી છે.
ઇન્ડિગોને મોકલાયેલા ઇમેઇલમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ત્રિવેન્દ્રમ અને હૈદરાબાદ જેવા મહત્વના એરપોર્ટને નિશાન બનાવવાની ધમકી હતી. આ ધમકીએ સુરક્ષા એજન્સીઓમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. જો કે, આ ઇમેઇલ ક્યાંથી મોકલવામાં આવ્યો અને કોણે મોકલ્યો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.

તાજેતરમાં જ, મુંબઈથી વારાણસી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં પણ બોમ્બની ધમકીનો બનાવ બન્યો હતો. આ ધમકીના કારણે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરાયું હતું અને વિમાનનું તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરીને તેને આઇસોલેશન બેમાં ખસેડવામાં આવ્યું હતું.
બોમ્બ ધમકી મળતા જ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢી લેવાયા હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા વિમાનની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, વારાણસી જતી અમારી એક ફ્લાઇટને ધમકી મળી હતી. પ્રોટોકોલ મુજબ, સરકારી બોમ્બ ધમકી મૂલ્યાંકન સમિતિને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને તમામ જરૂરી સુરક્ષા પગલાં લેવાયા હતા. ફ્લાઇટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગઈ હતી અને તમામ મુસાફરોને ઉતારી લેવાયા હતા. તમામ ફરજિયાત સુરક્ષા તપાસ પૂર્ણ થયા પછી વિમાન ફરી કાર્યરત થશે.
દિલ્હી બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ દેશભરના એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.
એરપોર્ટની અંદર અને બહાર CISF તથા એરપોર્ટ પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમોને પણ સતત એલર્ટ પર રાખવામાં આવી છે જેથી કોઈ પણ અણબનાવને ટાળી શકાય.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
