સ્વદેશી લાઇટ કોમ્બૈટ વિમાનનું INS વિક્રાંત પર સફળ લેન્ડિંગ, જાણો તેની ખાસિયત
આધુનિક હથિયારોની દિશામાં ભારતે મોટી સફળતા મેળવી છે. સ્વદેશી લાઈટ એરક્રાફ્ટ વિમાને આઈએનએસ વિક્રાંત પર સફળ લેન્ડિંગ કરીને નવો વિક્રમ સર્જ્યો છે.
નવી દિલ્હી : દુનિયાભરમાં આધુનિક હથિયારોની હોડ વચ્ચે ભારત પણ પોતાના યુદ્ધ હથિયારોને ઝડપથી આધુનિક બનાવી રહ્યું છે. ભારતે છેલ્લા કેટલાક સમયમાં ઘણી મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે ત્યારે આજે વધુ એક સફળતા પોતાના નામે કરી. ભારત મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહ્યું છે ત્યારે પહેલા સ્વદેશી લાઈટ એરક્રાફ્ટ વિમાને આઈએનએસ વિક્રાંત પર સફળ લેન્ડિંગ કરી છે.

ભારત ઘણા સમયથી સેનાને આધુનિક બનાવી રહ્યું છે ત્યારે હવે ભારતે આ મોટી સફળતા મેળવી છે. આ મેડ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને મોટી સફળતા માનવામાં આવી રહી છે. સંરક્ષણ નિષ્ણાતો અનુસાર આ સ્વદેશી વિમાન સંરક્ષણ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે.
આ મુદ્દે નૌ સેના પ્રવક્તા સીડીઆર વિવેક માધવાલે જણાવ્યું કે, નેવી પાઇલટ્સે INS વિક્રાંત પર LCA લેન્ડિંગ કર્યું. આત્મનિર્ભર ભારતની દિશામાં ભારતીય નૌકાદળ દ્વારા આ એક ઐતિહાસિક માઈલસ્ટોન છે. તેમણે આગળ જણાવ્યુ કે, આ સફળ લેન્ડિંગે સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ સાથે IAC ને ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન અને સંચાલન કરવાની ભારતની ક્ષમતા દર્શાવી છે. ગયા વર્ષે INS વિક્રાંતને સંપૂર્ણ રીતે નેવીમાં સામેલ કરાયુ હતું. ત્યારપછી તેના પર ઘણા વિમાનો ઉતર્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ સંપુર્ણ રીતે ભારતમાં DRDO દ્વારા વિકસિત કરાયું છે. તેનું ટેસ્ટિંગ સફળ રહ્યું હતું. અગાઉ તેને INS વિક્રમાદિત્ય પર લેન્ડ કરાયું હતું. નેવીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ તેના આધારે DRDOએ ટ્વિન એન્જિન ડેક-બેઝ્ડ ફાઈટર વિકસાવવાનું શરૂ કર્યું છે.
અહીં એ પણ જાણવું જરૂરી છે કે, INS વિક્રાંતથી સ્કી-જમ્પ ટેકનિકથી ટેકઓફ થાય છે. તેમાં લેન્ડિંગ માટે એરેસ્ટર વાયરના ત્રણ સેટ છે. હાલમાં મિગ-29K એરક્રાફ્ટ આનાથી ઓપરેટ થાય છે. આ પછી તેના પર LAC તૈનાત કરાશે. બોઇંગ F/A-18 E/F સુપર હોર્નેટ અને દસોલ્ટ એવિએશન રાફેલ એરક્રાફ્ટની ખરીદી પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જે બાદ નેવીની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
