પ્રથમ ભારતીય પેસેન્જર ટ્રેનની આજે 160મી વર્ષગાંઠ

પેસેન્જર ટ્રેનની પ્રથ યાત્રા માટે અહીં ભવ્ય સમારોહ આયોજીત કરવામાં આવ્યો હતો. આ ટ્રેનને 21 બંદૂકોની સલામી આપવામાં આવી હતી. આ ટ્રેનમાં 14 ડબ્બા હતા, જેને ત્રણ લોકોમોટિવ સુલ્તાન, સિંઘ અને સાહિબ ખેંચતા હતા.
ઔપચારિક ઉદઘાટન બાદ 400 વીવીઆઇપીને લઇને આ ટ્રેને બપોરે 3.35 વાગે બોરી બંદર સ્ટેશન પર છોડી દિધા હતા. આજથી ઠીક 160 વર્ષ પહેલાં 16 એપ્રિલના 1853ના રોજ મુંબઇ થી થાણે વચ્ચે 21 માઇલ (33.8 કિ.મી)ના અંતરે પ્રથમ પેસેન્જર ટ્રેને પોતાની સફર શરૂ કરી હતી. આ ટ્રેનને ચલાવવાનો શ્રેય ગ્રેટ ઇન્ડિયન પેનિનસુલા રેલવે (જીઆઇપી રેલવે)ને જાય છે, આઝાદી બાદ તેનું નામ બદલીને સેન્ટ્રલ રેલવે કરી દેવામાં આવ્યું હતું. ભારતીય રેલવેએ પોતાના 160 વર્ષના સફરમાં કેટલાક મહત્વપુર્ણ ફેરફારો જોયા છે.
પેસેન્જર ટ્રેનમાં 1936માં એર કંડીશનિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી. પ્રથમ રાજધાની એક્સપ્રેસ 1969 હાવડાથી-નવી દિલ્હી-હાવડા વચ્ચે શરૂ કરવામાં આવી હતી. આ ભારતની પ્રથમ સુપર ફાસ્ટ અને પ્રથમ હુલ્લી એર કંડિશનર ટ્રેન હતી. પ્રથમ શતાબ્દી ટ્રેન 1988માં દિલ્હીથી ઝાંસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી.
પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન વિક્ટોરિયા ટર્મિનલથી કુર્લા વચ્ચે 1925માં શરૂ કરવામાં આવી હતી. ભારતના મુખ્ય રેલમાર્ગોનું વિદ્યુતિકરણ 1975 સુધી પુરૂ કરવામાં આવ્યું હતું. બોમ્બે-પુણે પ્રથમ મુખ્ય લાઇન હતી. જેનું વિદ્યુતિકરણ કરવામાં આવ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
