VIDEO: સુષ્મા સ્વરાજને મળીને બોલી હામિદ અનસારીની મા, ‘મેરા ભારત મહાન'
સુષ્મા સ્વરાજ સાથે જ્યારે હામિદની ઈમોશનલ મા ફોજિયા મળી તો તેમણે કહ્યુ, ‘મેરા ભારત મહાન'.
પાકિસ્તાનની પેશાવર સેન્ટ્રલ જેલમાંથી છૂટીને આવેલા ભારતીય નાગરિક હામિદ નેહાલ અનસારીએ દિલ્લીમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી છે. હામિદ સાથે તેમની મા ફોજિયા, પિતા નેહાલ અને ભાઈ ખૈલ અનસારી પણ હાજર હતા. સુષ્મા સ્વરાજ સાથે જ્યારે હામિદની ઈમોશનલ મા ફોજિયા મળી તો તેમણે કહ્યુ, 'મેરા ભારત મહાન' હામિદને મંગળવારે જેલમાંથી છોડવામાં આવ્યો હતો. હામિદ મુંબઈનો રહેવાસી છે અને પોતાની ગર્લફ્રેન્ડને મળવા પાકિસ્તાન ગયા હતા. દિલ્લી પહોંચવા પર હામિદે કહ્યુ, 'મને ઘરે પાછા આવવા પર ઘણુ સારુ લાગી રહ્યુ છે અને હું અત્યારે ખૂબ જ ભાવુક છુ.'

'બધુ મેડમે કર્યુ છે'
હામિદ અનસારી બુધવારે સુષ્મા સ્વરાજને મળ્યા અને અહીં વિદેશ મંત્રીએ તેમને પ્રેમથી ગળે મળ્યા. હામિદની આંખોમાં આંસુ હતા તો તેમની મા પણ પોતાના પુત્રના પાછા આવવાની ખુશી છૂપાવી શકતા નહોતા. પુત્ર સાથે મુલાકાત બાદ જ્યારે સુષ્મા ફોજિયાને મળ્યા તો તેમના આંસુ નીકળી ગયા. ફોજિયાએ ખુશીના આંસુઓ સાથે સુષ્માને કહ્યુ, 'મેરા ભારત મહાન, બધુ મેડમે કર્યુ છે.' ફોજિયાએ મંગળવારે પુત્રના સકુશળ પાછા આવવાનો શ્રેય ભારત અને પાકિસ્તાનની સરકારને આપ્યો હતો. હામિદ, પાકિસ્તાનની પેશાવર સેન્ટ્રલ જેલમાં બંધ હતા. મંગળવારે તે વાઘા બોર્ડરના રસ્તે દેશમાં પહોંચ્યા છે. તેમની નવેમ્બર 2012માં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
અનસારી પાસે મળ્યુ હતુ નકલી ઓળખપત્ર
વાઘા બોર્ડર પર હામિદની મા ફોજિયા અને પિતા નેહાલ અનસારી પુત્રને લેવા માટે પહોંચ્યા હતા. હામિદના માતાપિતા ત્રણ વર્ષ બાદ પુત્રના જેલમાંથી બહાર આવવાના સમાચાર પર ઘણા ખુશ છે. તેમણે કહ્યુ કે તેમના પુત્રના ઈરાદા ખોટા નહોતા અને તે નેક ઈરાદા સાથે પાકિસ્તાન ગયા હતા. જો કે તેમણે એમ પણ કહ્યુ કે તેમના પુત્રએ યોગ્ય વિઝા લઈને પાકિસ્તાન જવુ જોઈતુ હતુ. સોમવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી નિવેદન જારી કરવામાં આવ્યુ હતુ. ભારત તરફથી વારંવાર પાકિસ્તાનને એ વાતનો અનુરોધ કરવામાં આવ્યો હતો કે અનસારીને ભારતીય રાજદૂતને મળવા દેવામાં આવે.
#WATCH Indian National Hamid Ansari who came to India after being released from a Pakistan jail yesterday, meets External Affairs Minister Sushma Swaraj in Delhi. His mother tells EAM "Mera Bharat mahaan, meri madam mahaan, sab madam ne hi kiya hai." pic.twitter.com/FQEzz99Ohm
— ANI (@ANI) 19 December 2018
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
