Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતીય દિલે બચાવ્યો પાકિસ્તાની કિશોરીનો જીવ, 10 વર્ષથી હાર્ટની ગંભીર બિમારીથી પીડિત હતી આયેશા

Indian Heart Save Pakistani Teenage Life: ફેશન ડિઝાઈનર બનવા માંગતી 19 વર્ષની પાકિસ્તાની કિશોરી છેલ્લા 10 વર્ષથી હાર્ટની ગંભીર બિમારીથી પીડિત હતી. પાકિસ્તાનમાં સારી આરોગ્ય સુવિધાઓ ન હોવાના કારણે તે પરિવાર સાથે ભારત આવી અને તેને નવુ જીવન મળ્યુ.

19 વર્ષની પાકિસ્તાની કિશોરી આયેશા રાશન જ્યારે ભારત આવી ત્યારે બચવાની સંભાવના માત્ર 10 ટકા હતી પરંતુ હવે તે એકદમ સ્વસ્થ છે અને તેના હ્રદયમાં ભારતીય દિલ ધડકી રહ્યુ છે.

indian heart saved pak teenage

ઓગણીસ વર્ષની આયેશા રાશન છેલ્લા એક દાયકાથી હૃદયની ગંભીર બીમારીથી પીડિત હતી. 2014માં, તેણે ભારતની મુલાકાત લીધી હતી જ્યાં તેના નિષ્ફળ હૃદયને ટેકો આપવા માટે હાર્ટ પંપનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. કમનસીબે, ઉપકરણ બિનઅસરકારક સાબિત થયું અને ડોકટરોએ તેનો જીવ બચાવવા માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની ભલામણ કરી.

આયેશા રાશનના પરિવારે ચેન્નાઈની MGM હેલ્થકેર હૉસ્પિટલમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટના ડિરેક્ટર ડૉ. કે.આર. બાલક્રિષ્નન અને સહ-નિર્દેશક ડૉ. સુરેશ રાવ પાસેથી સલાહ લીધી હતી. મેડિકલ ટીમે સલાહ આપી હતી કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જરૂરી છે કારણ કે આયેશાના હાર્ટ પંપમાં લીક થઈ ગયું હતું અને તેને એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન (ECMO) પ્રક્રિયા પર મૂકવામાં આવી હતી.

જો કે, ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા માટે જરૂરી અંદાજે રૂ. 35 લાખ પૂરા પાડવા માટે પરિવાર અસમર્થ હતો. ત્યારબાદ મેડિકલ ટીમે પરિવારને ઐશ્વર્યમ ટ્રસ્ટ સાથે જોડ્યો, જેણે આર્થિક મદદ કરી. છ મહિના પહેલાં, આયેશા રાશનને દિલ્હીથી હૃદય મળ્યું હતું, અને દેશમાં 18 મહિનાના રોકાણ પછી MGM હેલ્થકેરમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જરી મફતમાં કરવામાં આવી હતી.

આયેશાએ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ ખુશી વ્યક્ત કરી અને ડકટરો સહિત ભારત સરકારનો તેમના સમર્થન માટે આભાર માન્યો. આયેશાની માતા સનોબરે કહ્યુ કે જ્યારે તેઓ ભારત આવ્યા ત્યારે આયેશાની જીવવાની આશા માત્ર 10 ટકા જ હતી. સનોબરે કહ્યું કે, સાચું કહું તો, ભારતની સરખામણીએ પાકિસ્તાન પાસે કોઈ સારી તબીબી સુવિધાઓ નથી. ભારત ખૂબ મૈત્રીપૂર્ણ છે. જ્યારે પાકિસ્તાનમાં ડૉક્ટરોએ કહ્યું કે ટ્રાન્સપ્લાન્ટની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, ત્યારે અમે ડૉ.કે.આર.બાલકૃષ્ણનનો સંપર્ક કર્યો. હું સારવાર માટે ભારત અને ડૉક્ટરોનો આભાર માનું છું. આયેશા હવે ફેશન ડિઝાઈનર બની શકશે."

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X