ફ્રાન્સ પાસેથી 126 ફાઇટર વિમાન ખરીદશે ભારત

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરીઃ સતત પોતાની મિસાઇલના માધ્યમથી સૈન્ય શક્તિને મજબૂત કરી રહેલી ભારતીય વાયુસેનામાં ટૂંક સમયમાં 126 નવા ફાઇટર વિમાન સામેલ થશે. આ માટે ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ વિમાનોના કરારની કિંમત અંદાજે 10 અરબ ડોલર છે.

francois-holllande-manmohan-singh
એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ઓલાંદ ગુરુવારે ભારત પહોંચશે. તેમની સાથે આવેલા પ્રતિનિધિમંડળમાં છ મંત્રી અને 50 સભ્યો વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ સામેલ છે. ઓલાંદે કહ્યું કે 1998માં ભારત અને ફ્રાન્સ રણનીતિક ભાગીદાર બને અને હવે અમારા સંબંધોમાં એક નવો વળાંક આપવા જઇ રહ્યાં છીએ. સંયુક્ત સંવાદદાતા સમ્મેલનમાં ઓલાંદે કહ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચે એક જેવા લોકો અને અર્થવ્યવસ્થા નથી, તેમ છતાં બન્ને દેશો સમાન મૂલ્યો અને સિદ્ધાંતની ભાગીદારી કરે છે.

રક્ષા સંબંધ પર ઓલાંદે કહ્યું કે ફ્રાન્સ અને ભારત ઘણા વર્ષોથી સહયોગ કરી રહ્યાં છે, તેમણે કહ્યું, ' ભારત-ફ્રાન્સ ઉપકરણો પર ભરોસો કરે છે અને ફ્રાન્સ, ભારત પર તેના ઉપયોગ માટે ભરોસો કરે છે. ભારત શાંતિની ભૂમિ છે.' 126 રફાલ ફાઇટર વિમાન માટે કરાર અંગે ઓલાંદે કહ્યું કે કરાર પર વાતચીત કરવામાં આવી છે અને અમને આશા છે કે અમે ટૂંક સમયમાં નિષ્કર્ષ પર પહોંચીશું.

પ્રધાનમંત્રી મનમોહન સિંહે ફ્રાન્સને ભારતના સૌથી કીમતી રણનીતિક ભાગીદાર ગણાવ્યું છે અને કહ્યું છે કે અમારા સંબંધો અમારા સહયોગની વિવિધતાની સાથોસાથ અમારી વાતચીતની તીવ્રતાથી પરિભાષિત થાય છે. તેમણે કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં જૈતાપુર નાભિકીય ઉર્જા પરિયોજનાની પ્રગતિની સમીક્ષા કરી છે અને તે ટૂંક સમયમાં લાગુ થવા પર પોતાની પ્રતિબદ્ધતાને ફરીથી રજુ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X