તેલની આયાત પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઈરાનના મંત્રીને આપ્યો સ્પષ્ટ સંદેશ
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારે પોતાના ઈરાની સમકક્ષ જવાદ જારીફ સાથે મુલાકાત કરી.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારે પોતાના ઈરાની સમકક્ષ જવાદ જારીફ સાથે મુલાકાત કરી. જવાદ એવા સમયે દિલ્લી પહોંચ્યા છે જ્યારે અમેરિકા તરફથી ઈરાન પાસેથી તેલની ખરીદી પર ભારતને આપવામાં આવેલી છૂટ ચૂંટણી બાદ ખતમ કરવાનું એલાન કરી દેવામાં આવ્યુ છે. સુષ્માએ જારીફ સાથેની મુલાકાતમાં તેમને એ સ્પષ્ટ કરી દીધુ છે કે ભારત, ઈરાન પાસેથી તેલ આયાતનો નિર્ણય લોકસભા ચૂંટણી બાદ જ લેશે. આ બધા ઘટનાક્રમથી અવગત સૂત્રો તરફથી આ માહિતી આપવામાં આવી છે.

ચૂંટણી બાદ થશે કોઈ નિર્ણય
બંને વચ્ચેની મુલાકાતમાં ઈરાન પાસેથી તેલની ખરીદી અને ક્ષેત્રમાં થનાર ઘટનાક્રમો પર તેમના વલણ અંગે ચર્ચા થઈ. આ ઉપરાંત ઈરાન અને અમેરિકા વચ્ચે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઑફ એક્શન (જેસીપીઓ) કે ઈરાન સાથે થયેલી પરમાણુ ડીલ પર પણ સ્વરાજે ચર્ચા કરી. જારીફ સોમવારે દિલ્લી પહોંચ્યા છે. તેમનો આ પ્રવાસ પહેલેથી નક્કી નહોતો. તેમના આ દિલ્લી પ્રવાસનો હેતુ અમેરિકા-ઈરાન પ્રતિબંધોના અનુસંધાનમાં ભારતનું સમર્થન મેળવવાનો છે. તે ગઈ વખતે જાન્યુઆરીમાં ભારત આવ્યા હતા. જારીફનો વર્તમાન પ્રવાસ તેમના અનુરોધ પર ખૂબ ઓછા સમયમાં આયોજિત કરવામાં આવ્યો છે.
જારીફે જ્યારે સુષ્મા સામે ઈરાનથી આયાત થતા તેલનો મુદ્દો ઉઠાવ્યો તો સ્વરાજે તેમની સામે ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી. સુષ્માએ જારીફને સ્પષ્ટ કહ્યુ કે દેશમાં ચાલી રહેલ ચૂંટણી બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. વળી, આ સમગ્ર મામલે દેશના વ્યાવસાયિક હિતો ઉપરાંત ઉર્જા સુરક્ષા અને આર્થિક હિતો પણ ધ્યાનમાં રાખવામાં આવશે. અમેરિકાએ બે મેના રોજ એલાન કર્યુ હતુ કે જે છૂટ તેણે અમુક દેશોને આપી છે તે હવે ખતમ કરી દેવામાં આવશે. ઈરાન, ભારતને સૌથી વધુ તેલ નિકાસ કરતો દેશ છે. ઈરાનથી થતા તેલ આયાતના કારણે 23.6 મિલિયન ટન તેલની જરૂર ગયા વર્ષે પૂરી થઈ શકી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
