રશિયાના સંરક્ષણ મંત્રાલયના દાવાને ભારતે ફગાવ્યો, યુક્રેનમાં ભારતીય છાત્રો બંધક નથી
રશિયા અને યુક્રેન એકબીજા પર ભારતીય છાત્રોને બંધક બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે પરંતુ ભારતે આ દાવાને ફગાવી દીધા છે.
નવી દિલ્લીઃ યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધ વચ્ચે ભારત પોતાના નાગરિકોને અહીંથી કાઢવા માટે ઑપરેશન ગંગા ચલાવી રહ્યુ છે. ભારતે પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રશિયા અને યુક્રેન બંને સરકારોને અપીલ કરી છે. આ દરમિયાન રશિયા અને યુક્રેન એકબીજા પર ભારતીય છાત્રોને બંધક બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે પરંતુ ભારતે આ દાવાને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ આ બાબતે ટ્વિટ કરીને માહિતી આપી છે.

ભારતના વિદેશ મંત્રાલય તરફથી આ બાબતે સફાઈ આપીને કહેવામાં આવ્યુ છે કે યુક્રેનમાં અમારુ દૂતાવાસ સતત ભારતીય નાગરિકોના સંપર્કમાં છે. અમે જણાવા માંગીએ છીએ કે યુક્રેનના પ્રશાસનની મદદથી ઘણા છાત્રો 2 માર્ચે ભારત માટે ખારકીવથી રવાના થયા. અમને કોઈ પણ ભારતીય છાત્રના બંધક હોવાના હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી. અમે યુક્રેન પ્રશાસનને વિનંતી કરી છે કે તે છાત્રોને ખારકીવ અને પડોશી વિસ્તારોમાંથી બહાર કાઢવા માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરે.
વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે બધા દેશો સાથે સતત સંપર્કમાં છીએ અને તેમની સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે રશિયા, રોમાનિયા, પોલેન્ડ, હંગરી, સ્લોવાકિયા, મોલદોવામાં પ્રશાસન સાથે મળીને કામ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને યુક્રેનથી કાઢવામાં આવ્યા છે. અમે યુક્રેન પ્રશાસન તરફથી પૂરી પાડવામાં આવેલ મદદ માટે તેમનો આભાર માનીએ છીએ. અમે યુક્રેનના પશ્ચિમી પડોશીઓનો પણ આભાર માનીએ છીએ જેમણે અમારા નાગરિકોને જગ્યા પૂરી પાડી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
